પ્રાઈવેટ આઈલેન્ડ પર ખૂલ્યો દુનિયાનો સૌથી મોંઘો રિસોર્ટ: 1 રાતનું ભાડુ 70 લાખ રૂપિયા

06 May 2019 12:01 PM
Off-beat World
  • પ્રાઈવેટ આઈલેન્ડ પર ખૂલ્યો દુનિયાનો સૌથી મોંઘો રિસોર્ટ: 1 રાતનું ભાડુ 70 લાખ રૂપિયા

Advertisement

ફિલીપીન્સ: ત્રણ દિવસ પહેલા જ ફિલીપીન્સના બનાવા પ્રાઈવેટ આઈલેન્ડ પર દુનિયાનો સૌથી મોંઘો રિસોર્ટ ખુલ્લો મુકાયો છે. 15 એકરમાં ફેલાયેલા આઈલેન્ડ પર કુલ 6 વિલા છે અને એ દરેકમાં આઠ વ્યકિત રહી શકે એવુ સુવિધા છે. દરેક વિલામાં સ્વિમીંગ પુલ, હોટ ટબ, ફલોરથી લઈને છત સુધીની ઉંચી બારીઓ અને દરેક રૂમમાંથી દરિયાનો લુક મળે તેવી ગોઠવણ છે. જોકે અહી એક રાત રોકાવાનું ભાડુ જબરજસ્ત તોતિંગ છે. એક લાખ ડોલર એટલે કે 70 લાખ રૂપિયા એક વિલાનું ભાડુ છે અને અહી તમારે ઓછામાં ઓછુ ત્રણ રાત માટેનું બુકીંગ કરાવવું પડે એમ છે., આ રિસોર્ટના રેસ્ટોરામાં સ્થાનિક શાકભાજીઓ અને દરિયામાંથી પક્ડેલી માછલીઓનું ફૂડ સર્વ થાય છે. સ્પા ને ગેમ્સ કોઈ વધારાની કોસ્ટ વિના એન્જોય કરી શકો છો. પ્રાઈવેટ આઈલેન્ડ પર તમે સ્કુબા ડ્રાઈવીંગ, સ્નોકેલિંગ, જેટ-સ્કીઈંગ, કેટામારન, સેઈલિંગ યોગા અને ટેનિસ જેવી એકિટવિટીઝ પણ કરી શકો છો.


Advertisement