198 ફૂટની વિશ્ર્વની સૌથી લાંબી સ્ટ્રોબેરી કેક બની ઈટલીમાં

06 May 2019 11:59 AM
Off-beat World
  • 198 ફૂટની વિશ્ર્વની સૌથી લાંબી સ્ટ્રોબેરી કેક બની ઈટલીમાં
  • 198 ફૂટની વિશ્ર્વની સૌથી લાંબી સ્ટ્રોબેરી કેક બની ઈટલીમાં

Advertisement

ઈટલી: ઈટલીના સ્કાન્ઝોનો જોનિકો નામના એક ટાઉનમાં કેટલાક બેકર્સે ભેગા મળીને લાંબીલચક સ્ટ્રોબેરી કેક બનાવી હતી. ચાર શેફ અને લગભગ પચીસ વોલન્ટિયર્સની ટીમે મળીને 300 કલાકની મહેનત બાદ સૌથી લાંબી સ્ટ્રોબેરી કેક બનાવી હતી. 198.4 ફુટ લાંબી કેકની ઉપર 800 કિલો સ્ટ્રોબેરી સજાવવામાં આવી હતી. 2017 માં ફ્રાન્સમાં બનેલી 105 ફૂટ લાંબી કેકનો રેકોર્ડ આ ઈવેન્ટમાં તૂટયો હતો. કેક માટે સ્ટ્રોબેરી સપ્લાય કરતી સ્થાનિક કંપનીએ આ ઈવેન્ટ યોજી હતી.


Advertisement