‘ફેની’થી તારાજી વ્યાપક, પણ મોટી માનવખુવારી અટકી

04 May 2019 12:09 PM
India
  • ‘ફેની’થી તારાજી વ્યાપક, પણ મોટી માનવખુવારી અટકી
  • ‘ફેની’થી તારાજી વ્યાપક, પણ મોટી માનવખુવારી અટકી

માર્ગો-મકાનો-ઈમારતોનો કચ્ચરઘાણ; થાંભલા-વૃક્ષોનો સોથ: આગોતરી તૈયારીથી લોકોના જાન બચાવી શકાયા

Advertisement

ભુવનેશ્ર્વર તા.4
1999 પછીના સૌથી ભયાનક ફેની વાવાઝોડાએ શુક્રવારે ઓડીશાને ધમરોળ્યુ હતું. ઈમારતો, વિજળી, ટેલીફોન સહીતની માળખાગત સુવિધાઓને ભારે નુકશાન થયુ હોવાથી આગોતરી તૈયારીને કારણે માનવખુવારી અટકાવી શકાઈ હતી.
અતિ ભયાનક ‘ફેની’ ત્રાટકવાનું હોવાથી ચેતવણી હવામાન વિભાગે અગાઉ જ આપી દીધી હતી અને તેના આધારે કેન્દ્ર-રાજયો વચ્ચેની સંકલીત તૈયારીએ મોટી જાનખુવારી અટકાવી હતી. અત્યાર સુધીમાં કયારેય ન ઉતારાઈ હોય તેટલી સંખ્યામાં એનડીઆરએફના જવાનોને તૈનાત કરાયા છે.
ફેનીની ઝપટે ચડેલા ગામો-શહેરો તારાજ થઈ ગયા છે. કાચા મકાનો, ઝુપડાઓ, થાંભલા, વૃક્ષોનો સોથ નીકળી ગયો છે. 160 થી વધુ ઘાયલોને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. હવામાન ખાતાની સચોટ આગાહીને આધારે જ માનવ ખુવારી રોકી શકાઈ છે. ભયાનક ફેની વિશે હવામાનખાતાએ સરકારને અગાઉ જ ચેતવી દીધી હતી. કેન્દ્ર-રાજયે 12 લાખ માણસોનું સ્થળાંતર કરાવી દીધુ હતું. એનડીઆરએફની 65 ટીમો ઉતારવામાં આવી હતી. ભૂતકાળમાં આટલી મોટી સંખ્યામાં કયારેય આટલી સંખ્યામાં ટીમો તૈનાત થઈ ન હતી. ભુવનેશ્ર્વર-કોલકતા એરપોર્ટની વિમાની સેવા ઉપરાંત પુરી સહીતના સ્થળોની ટ્રેન સેવા અટકાવીને જોખમ ટાળવામાં આવ્યું હતું. સંખ્યાબંધ માર્ગો ભાંગી-તૂટી ગયા છે. હવે તમામ ક્ષેત્રોમાં સર્વે કરાયા બાદ રોડ-રેલ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે.

ચક્રવાતી તોફાનોએ ભૂતકાળમાં હજા૨ો લોકોનો ભોગ લીધો છે
ભુવનેશ્ર્વ૨ ચક્રવાતનો ઈતિહાસ જોઈએ તો અત્યા૨ સુધીમાં આવેલા સૌથી ખત૨નાક ૩પ ચક્રવાતી તોફાનમાં ૨૬ બંગાળની ખાડીમાંથી શરૂ થયો છે. ૧૯૯૯માં આવેલ સુપ૨ સાઈકલોને જે ઓડીસામાં ૩૦ કલાક સુધી ૨હ્યું હતું જેમાં ૧૦ હજા૨ લોકો માર્યા ગયા હતા. ૧૯૭૧ માં પણ આવા જ ચક્રવાતમાં લગભગ ૧૦ હજા૨ લોકો માર્યા ગયા હતા. ઓકટોબ૨ ૨૦૧૩માં ચક્રવાત ફેલિન અને ગતવર્ષ્ો ચક્રવાત તિતલીના પ્રકોપથી મોટી સંખ્યામાં લોકોને બચાવવા માટે સુ૨ક્ષ્ાિત જગ્યાએ પહોંચાડવામાં આવ્યા હતા. તેમ છતાં આ બન્ને તોફાનોમાં ૭૭ લોકો માર્યા ગયા હતા. ઓકટોબ૨ ૨૦૧૪માં હૂડહૂડ ચક્રવાતમાં ૧૨૪ લોકો માર્યા ગયા હતા. ૨૦૧૭માં ચક્રવાત ઓખાના કા૨ણે તમિલનાડુ અને કે૨ળમાં ૨પ૦ લોકો માર્યા ગયા હતા.


Advertisement