એસપીએલનો હેતુ સૌરાષ્ટ્રના ઉભરતા ખેલાડીઓને પ્લેટફોર્મ આપવાનો: નિરંજન શાહ

03 May 2019 06:49 PM
Rajkot Saurashtra Sports
  • એસપીએલનો હેતુ સૌરાષ્ટ્રના ઉભરતા ખેલાડીઓને પ્લેટફોર્મ આપવાનો: નિરંજન શાહ
  • એસપીએલનો હેતુ સૌરાષ્ટ્રના ઉભરતા ખેલાડીઓને પ્લેટફોર્મ આપવાનો: નિરંજન શાહ
  • એસપીએલનો હેતુ સૌરાષ્ટ્રના ઉભરતા ખેલાડીઓને પ્લેટફોર્મ આપવાનો: નિરંજન શાહ

એસપીએલની દર વર્ષે રમાશે: જયદેવ શાહ

Advertisement

રાજકોટ: સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના ઉપક્રમે સૌરાષ્ટ્રના ઈતિહાસમાં સૌ પ્રથમવાર એસપીએલ- સૌરાષ્ટ્ર પ્રીમીયર લીગનું આયોજન થઈ રહ્યું છે. આ પ્રસંગ સ્ટેડીયમ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને સંબોધતા બીસીસીઆઈના પુર્વ સચીવ અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના સીઈઓ નિરંજન શાહે એસપીએલનો હેતુ સ્પષ્ટ કરવા જણાવ્યું હતું કે અમારો હેતુ સૌરાષ્ટ્રના ખેલાડીઓને બહાર લાવવાનો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટી20 ફોર્મેટ જે લોકપ્રિય બન્યુ છે અને આઈપીએલ સર્વાધિક લોકપ્રિય ટુર્નામેન્ટ તરીકે ઉભરી છે ત્યારે અમે વિચાર્યુ કે સૌરાષ્ટ્ર પ્રીમીયર લીગ શરુ કરવાથી સમગ્ર સૌરોટ્રના ઉભરતા ખેલાડીઓને નવું પ્લેયફોર્મ મળશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દાયકાઓમાં સૌરાષ્ટ્રની ટીમે ક્રિકેટના તમામ ફોર્મેટમાં ખૂબ જ સારો દેખાવ કર્યો છે. સૌરાષ્ટ્રે ચેતેશ્ર્વર પુજારા, જયદેવ ઉનડકટ અને અન્ય ઘણા સારા ખેલાડીઓ છે. આ ક્રિકેટરોએ ભારતીય ટીમમાં સ્થાન પામીને સૌરાષ્ટ્રનું નામ રોશન કર્યું છે. મને વિશ્ર્વાસ છે કે સૌરાષ્ટ્ર પ્રીમીયર લીગ દરમિયાન સૌરાષ્ટ્રના અનુભવીઓને ઉભરતા ખેલાડીઓને તક મળશે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના જોઈન્ટસેક્રેટરી મધુકર વોરાએ આ તકે જણાવ્યું હતું કે આજે સૌરાષ્ટ્રની ટીમમાં દરેક શહેર અને નાના ગામડામાંથી અનેક ક્રિકેટરો આવે છે ત્યારે એસપીએલ દ્વારા સૌરાષ્ટ્રના ક્રિકેટરોને ટી20 મેચનો વધારે અનુભવ મળશે. મધુકરભાઈએ વધુમાં જણાવ્યું હતું કે જે ટીમની પસંદ થઈ છે તેમના ખેલાડીઓની ડ્રાફટ ચીઠ્ઠી ઉપાડી પસંદગી 4 મેના રોજ કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્રના કેટલાક શ્રેષ્ઠ ક્રિકેટરો ભાગ લઈ રહ્યા છે તેમજ વિવિધ ટીમ ફ્રેન્ચાઈઝી માલિકો તરફથી અમને ઉત્સાહજનક સહકાર મળી રહ્યો છે.
સૌરાષ્ટ્ર પ્રીમીયર લીગ ટી20 ટુર્નામેન્ટના લોન્ચીંગ સમારંભ અંગે જયદેવ શાહે જણાવ્યું હતું કે તમામ ફ્રેન્ચાઈઝીના માલિકોને નિરંજન શાહ અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનની ગવર્નીંગ બોડી ટીમ દ્વારા વેલકમ કરવામાં આવશે.
આ લોન્ચીંગ એરમનીમાં ટ્રોફી પણ લોન્ચ કરવામાં આવશે. શહેરના ટોચના 100 પ્રતિષ્ઠિત મહાનુભાવો અને સૌરાષ્ટ્રના કેટલાક ભૂતપૂર્વ ક્રિકેટરોને આ પ્રસંગ આમંત્રીત કરાયા છે.


Advertisement