દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપડા જોનસ અને સારા અલી ખાન બની ઈન્સ્ટાગ્રામર્સ ઓફ ધ યર

03 May 2019 12:26 PM
India
  • દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપડા જોનસ અને સારા અલી ખાન બની ઈન્સ્ટાગ્રામર્સ ઓફ ધ યર

Advertisement

દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપડા જોનસ અને સારા અલી ખાનને ઈન્સ્ટાગ્રામર્સ ઓફ ધ યર 2019થી સન્માનિત કરવામાં આવી છે. પોતાને મળેલા આ સન્માન પર દીપિકાએ કહ્યું હતું કે ‘હું ઈન્સ્ટાગ્રામ પર દરરોજ લાઈવ આવું છું. લોકો સાથે હું હસું છું, તેમની સાથે પ્રેમ અને લાગણી શેર કરું છું જે મારા માટે ખૂબ અગત્યનું છે. લોકો પાસેથી મળેલા પ્રેમ પ્રત્યે હું આભાર વ્યકત કરું છું. 2019માં હું હજી વધુ લોકો સાથે કનેકટ થઈશ. પ્રેમની ભાવના અને મારા અનુભવો આ સુંદર ફેન્સ સાથે હું શેર કરીશ’.
સારા અલી ખાને પણ 2018માં ઈન્સ્ટાગ્રામ શરૂ કયુર્ં હતું. તેના વધતા ફેન ફોલોઈંગને જોતા ઈન્સ્ટાગ્રામે તેને ‘રાઈઝિંગ સ્ટાર એવોર્ડ’થી સન્માનીત કરી છે. આ વિશે સારાએ કહ્યું હતું કે ઈન્સ્ટાગ્રામ એક એવું પ્લેટફોર્મ છે. જયાં હું મારી જાતને રજુ કરી શકું છું, ઈન્સ્ટાગ્રામ દ્વારા લોકો સાથે ડિરેકટ જોડાઈ રહેવું એક સરળ રસ્તો છે. ઈન્સ્ટાગ્રામના માધ્યમથી હું મારો ફૂડ પ્રત્યેનો પ્રેમ, મારા ઈન્ટરેસ્ટને દેખાડવાની સાથે નવી નવી જગ્યાઓ પર ટ્રાવેલ કરવાની સાથે જ લોકો સાથે કનેકટ થઈ શકું છું.


Advertisement