હૈદરાબાદનો ઐતિહાસિક ચારમીનાર વરસાદને કારણે થયો ખંડિત

03 May 2019 11:13 AM
India
  • હૈદરાબાદનો ઐતિહાસિક ચારમીનાર વરસાદને કારણે થયો ખંડિત

400 વર્ષ જૂના આ ઐતિહાસિક મીનારનો સ્તંભ તૂટીને નીચે પડતા ભારે અફરા તફરી મચી ગઈ હતી. જેને લઈ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતાં.

Advertisement

હૈદરાબાદ: હૈદરાબાદની શાન મનાતા ઐતિહાસિક ચારમીનારનો એક ભાગ વરસાદને કારણે તૂટી પડ્યો હતો. આ ઐતિહાસિક ચારમીનારના એક સ્તંભનો ભાગ કે જેનું પ્લાસ્ટર તૂટી જતાં અલગ થઈ ગયું હતું.

મક્કા મસ્જિદની માફક ચારમીનાર પર ગ્રેનાઈટ પથ્થરથી પ્લાસ્ટર અલગ થઈ ગયું હતું. આ ઘટના બુધવાર રાત્રે ઘટી હતી. જે બાદ ભારતીય પૂરાત્તત્વ વિભાગને જાણ કરવામાં આવી હતી.જે હાલમાં કામ કરી રહ્યું છે, આ મીનારમાં સમારકામ પણ ચાલી રહ્યું છે તેમ છતાં પણ અહીં લોકોની ભારે ભીડ જોવા મળે છે. આ ચારમીનારનું નિર્માણ કુતુબ શાહી સામ્રાજ્યના પાંચમા શાસક મોહમ્મદ કુલી કુતુબ શાહે 1591માં બનાવ્યો હતો.જમીનથી 160 ફૂટ ઊંચો ચારમીનાર 428 વર્ષ જૂનો છે. તેમા ચાર મીનાર હોવાને કારણે તેનું નામ ચારમીનાર પડ્યું છે.


Advertisement