માનવું પડે હો: ગોંડલ તાલુકાના મોટાદડવામાં બને છે પ00 ગ્રામનો એક પેંડો

02 May 2019 12:29 PM
Gondal
  • માનવું પડે હો: ગોંડલ તાલુકાના મોટાદડવામાં બને છે પ00 ગ્રામનો એક પેંડો
  • માનવું પડે હો: ગોંડલ તાલુકાના મોટાદડવામાં બને છે પ00 ગ્રામનો એક પેંડો

સંતો-મહંતોથી માંડી ફિલ્મી કલાકારો પણ મોટાદડવાના પેંડાના સ્વાદ ચાખી ચુકયા છે:પૂ. મોરારીબાપુએ અનેક વખત વ્યાસપીઠ પરથી મોટાદડવાના પેંડાના વખાણ કર્યા છે: બ્રહ્મલીન પૂ. પ્રમુખસ્વામી મહારાજે પણ પેંડાની પ્રશંસા કરી છે: દડવા તથા રાજકોટમાં ઉપલબ્ધ

Advertisement

મોટાદડવા તા.ર
વેરી વેરી ટેસ્ટી....મોટાદડવામા બને છે. 500 ગ્રામ નો એક પેંડો... સંતો મહંતો થી માંડી ફિલ્મી કલાકારો પણ મોટાદડવાના પેંડાના સ્વાદ ચાખી ચુક્યા છે. પૂજ્ય મોરારીબાપુ એ અનેક વખત વ્યાસપીઠ પર થી ભરપૂર વખાણ કર્યા છે.
સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતથી લઈ વિદેશમાં પેંડા માટે જાણીતું અને માણીતૂ બન્યું છે. મોટાદડવાના પેંડા અનેક સંતો મહંતો તેમજ અભીનેતા મોટાદડવાના માવાના પેંડા સ્વાદની સોડમ માણી ચુક્યા છે. આપણી ખાણીપીણી અનેક તાલુકા કે જીલ્લામાં કંઇકને કંઇક ઓળખ બતાવતું હોઈ છે. જેમ કે ગોંડલના ગાંઠિયા અથવા પી.વન ખાદી રાજકોટ નો ચેવડો અને સોનાના આભૂષણ જામનગરની બાંધણી કચ્છની ખારેક ગોંડલ તાલુકાના મોટાદડવા ગામ ખાતે સો ગ્રામ થી લઇ 500 ગ્રામ સુધી ના પેંડા થી આગવું નામ પ્રદાન કર્યું છે. આ પેંડા નો સ્વાદ એટલો વિશિષ્ઠ બનાવ્યો છે.લોકોને બોલવું જ પડે કે પેંડા એટલે દડવા ના જ
ગોંડલ પધારેલ બ્રહ્મલીન પ્રમુખસ્વામી બાપા એ આ પેંડા ના ભરપૂર વખાણ કરેલ તેમજ હમ દિલ દે ચુકે સનમ વખતે સલમાનખાન ને આ પેંડા અતિપ્રિય લાગેલ જાણીતા કટાર લેખક જય વસાવડા એ પોતાની કલમ થી ભર પેટ વખાણ કરેલ આ સાથે અનેક જૈન સાધુ તેમજ અભિનેતા આ પેંડા નો સ્વાદ માણી ચુક્યા છે.પરતું કથાકાર મોરારીબાપુ આ પેંડા ના આશિક બની ચુક્યા છે.પેંડા ના માધ્યમ થી અનેક વખત બાપુ દડવા પધારતા હોઈ છે.આ વખતે તાજેતર મા ચાલી રહેલ કથા મા 24/4 બુધવાર ના આફ્રિકા ના કીંગાલિ રવાડા ખાતે માનસ હનુમાન કથામાં પૂજ્ય બાપુ એ મેંણદભાઈના દડવા અને દડવાના પેંડા પર સંગીતમય શૈલી દ્રારા દડવા ....દડવા દ...ડવા ના પેંડા મોટા જબરા પેંડા ભગત કવિ નો મોગો ભરાય એવડા પેંડા સાથે માર્મિક હાસ્ય વરસાવ્યુ હતુ.જબબર જસ્સ યાદ કર્યા હતાં .અનેક વખત વ્યાસપીઠ પર થી દડવા ના પેંડા યાદ કર્યા છે.મોટાદડવા ગામ આટકોટ ગોંડલ રોડ પર ઘનશ્યામ પેંડા નરેન્દ્ર ઘીરૂભાઈ ભુવા ત્રીસ વર્ષ થી એક સરખા માવા ના પેંડા બનાવી કંઇક નવું આપવા આતુર એવા ધીરુભાઈ પેંડા થકી અનેક શહેર અને તાલુકામાં અને વિદેશ સુધી પ્રખ્યાત બન્યાં છે.અનેક વિદેશીઓ આ પેંડા ખાવા માટે ઘનશ્યામ પેંડા લેવા પહોચી જાય છે. મોરારીબાપુ મોટાદડવા પ્રથમ આહીર મેંણદભાઈ લાવડ઼િયા ત્યાં અવાર નવાર આવતાં હાલ કાઠી ભુપતભાઈ સરપંચ ના ગઢ ખાતે આવતાં હોઈ છે.તેમજ આ પેંડા દડવા થી મોકલવામાં આવતાં હોઈ છે.
શું કહે છે. ઘનશ્યામ ધીરુભાઈ ભુવા ....પેંડા ખ્યાતિ પામવાનું કારણ? માવો એક સરખો વધું મીઠાં નહીં તેમજ પેંડા નો કલર જ એક માવા જેવો આપુ છું લાલ નહીં તેમજ સંતોના એવા આશિર્વાદ મળ્યા છે કે પેંડા વિશેષ સારા બને છે.આ તકે બાપુ નો ખૂબ ખુબ આભાર વ્યકત કરૂ છું હાલ અમારી ત્રણ દુકાનો પેંડા બનાવે છે.રાજકોટ ખાતે સોરઠીયા સર્કલ નજીક નીલકંઠ ટોકીઝ પાસે ઘનશ્યામથી પ્રખ્યાત છે.તેમજ ગોંડલ જેલચોક ખાતે તેમજ અમારી જૂની પેંડા ની દુકાન મોટાદડવા ખાતે માવા ના પેંડા થી ચાલે છે......
ભુપતભાઈ સરપંચ કહે છે.... પેંડાના માધ્યમ થી તેમજ મેંણદભાઈ ના ગામ ની આગવી કંઇક અલગ છાપ ઊભી થઈ છે.અનેક ગામો કહેતાં હોઈ છે. પેંડા વાળા ગામનાં લોકો છે.તેમજ અનેક અનેક સાધુ સંતોને સોનાની સાંકળે બાંધી એ તો પણ ન આવે જે એક પેંડા ની પ્રસાદી તરીકે અનેક વખત ગઢ ને સેવા કરવાનો મોકો આપ્યો છે.અહોભાગ્ય સમજુ છું.
આહીર મનુભાઈ લાવડ઼િયા... આ તકે આહીર સમાજ ના મોભી સ્વર્ગસ્થ મેંણદબાપુ ને યાદ કરતાં આહીર સમાજ ગર્વ અનુભવી રહ્યો છે.બાપુનો ખૂબ ખૂબ આભાર વ્યકત કરૂ છું. તેમજ આ ગામ દરેક લોકોમાં એક માનવતા તેમજ આશરા ધર્મ નિભાવી જાણે છે.
કથાકાર મોરારીબાપુ આ પેંડા ના આશિક બની ચુક્યા છે.પેંડા ના માધ્યમ થી અનેક વખત બાપુ દડવા પધારતા હોય છે. આ વખતે તાજેતર મા ચાલી રહેલ કથા મા 24/4 બુધવાર ના આફ્રિકા ના કીંગાલિ રવાડા ખાતે માનસ હનુમાન કથામાં પૂજ્ય બાપુ એ મેંણદભાઈના દડવા અને દડવાના પેંડા પર સંગીતમય શૈલી દ્રારા દડવા ....દડવા દ...ડવા ના પેંડા મોટા જબરા પેંડા ભગત કવિ નો મોગો ભરાય એવડા પેંડા સાથે માર્મિક હાસ્ય વરસાવ્યુ હતુ.જબબર જસ્સ યાદ કર્યા હતાં. અનેક વખત વ્યાસપીઠ પર થી દડવા ના પેંડા યાદ કર્યા હતા.


Advertisement