ગુજરાતના સ્થાપનાદિને સરકારે ગુજરાતીઓને આપી મોટી ભેટ

02 May 2019 10:07 AM
Ahmedabad Business Gujarat
  • ગુજરાતના સ્થાપનાદિને સરકારે ગુજરાતીઓને આપી મોટી ભેટ
  • ગુજરાતના સ્થાપનાદિને સરકારે ગુજરાતીઓને આપી મોટી ભેટ

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના સ્થાપનાદિને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હવે રાજ્યમાં હાઇવે અને મહાનગરની હદમાં 24 કલાક દુકાનો ચાલુ રાખી શકાશે,રાજ્યના વેપારીઓ માટે રોજગારીની નવી તકોનું સર્જન થવાની શક્યતા વધી છે.

Advertisement

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના સ્થાપના દિવસથી રાજ્યમાં 24 કલાક દુકાનો ખુલ્લી રાખવાના કાયદાને મંજૂરી આપી દીધી છે. ત્યારે હવે રાજ્યમાં મહાનગરના કોર્પોરેશનની હદમાં આવતી દુકાનો અને હાઇવે પરની દુકાનો 24 કલાક ખુલ્લી રાખી શકાશે.

ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ રેગ્યુલેશન એન્ડ કન્ડિશન ઑફ સર્વિસ એક્ટને લગતું જાહેરનામું સરકારે બુધવારે બહાર પાડ્યું હતું. સરકારના જાહેરનામા મુજબ રાજ્યના મહાનગરના મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં આવતી દુકાનો, નેશનલ હાઇવે પર આવેલી દુકાનો, રેલવે પ્લેટફોર્મમાં આવેલી દુકાનો, એસ.ટી.ડેપોમાં આવેલી દુકાનોને આ નિયમ લાગુ પડશે. આ દુકાનો ઉપરાંત પેટ્રોલ પમ્પ અને દવાખાનાને પણ આ નિયમ લાગુ પડશે.

સરકારના જાહેરનામા મુજબ જે દુકાનોમાં દસ કે તેથી વધુ કર્મચારી કામ કરતા હશે તેમણે કલમ- 7ની જોગવાઈ સિવાયની જોગવાઈ લાગુ પડશે જ્યારે દસથી ઓછા કર્મચારી ધરાવતા વેપારી અને નાના ઓદ્યોગિક એકમોને અલગ જોગવાઈ લાગુ પડશે. નાના વેપારી અને નાના ઔદ્યોગિક એકમોએ દર વર્ષે તેમના રજિસ્ટ્રેશન કરાવવાની પ્રક્રિયામાંથી પણ મુક્તિ આપવામાં આવી છે.


Advertisement