વધુ એક રાજમાર્ગ પર ડસ્ટબીન ભસ્મીભૂત

25 April 2019 06:54 PM
Rajkot
  • વધુ એક રાજમાર્ગ પર ડસ્ટબીન ભસ્મીભૂત
  • વધુ એક રાજમાર્ગ પર ડસ્ટબીન ભસ્મીભૂત

માલવીયા ચોકમાં ફૂટપાથ પરની બ્લ્યુ ડસ્ટબીન રાખ: બાજુની ગ્રીન ડસ્ટબીનને પણ નુકશાન

Advertisement

શહેરના અલગ અલગ વિસ્તારમાં મનપાએ મૂકેલી ટવીન ડસ્ટબીન સળગવાની કે સળગાવવાની ઘટના અંગે કમિશ્ર્નરે પોલીસ ફરીયાદના હુકમ કર્યા છે ત્યારે આજે વધુ એક વિસ્તારમાં ડસ્ટબીન સળગી ગઈ હતી. માલવીયા ચોકમાં આવેલા મંદિરની ફૂટપાથ પર ઉપરોકત બે ડસ્ટબીન હતી. આ પૈકીની બ્લ્યુ ડસ્ટબીન આજે સવારે ભસ્મીભૂત થઈ ગયેલી લોકોએ જોઈ હતી. બપોર સુધી તેમાંથી ધૂમાડા નીકળતા હતા અને બાજુની ગ્રીન ડસ્ટબીનને પણ નુકશાન થયું હતું. કચરા સાથે કોઈએ આગ લગાડયાનું અનુમાન છે. મનપા સીસીટીવીના આધારે તપાસ કરીને કડક પગલા લે તો જ હવે આવા કિસ્સાઓ બનતા અટકશે તેવું નાગરિકો કહીં રહ્યા છે.
(તસ્વીર: અરવિંદ વાઘેલા)


Advertisement