રૂડાના 24 ગામોમાં પાઈપલાઈનના ટેન્ડર બહાર પાડવા મંજૂરી મંગાઈ

25 April 2019 06:51 PM
Rajkot
  • રૂડાના 24 ગામોમાં પાઈપલાઈનના
ટેન્ડર બહાર પાડવા મંજૂરી મંગાઈ

મનપાના વેસ્ટ પ્લાન્ટ માટે પણ વિનંતી

Advertisement

રાજકોટ તા.25
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂરી થતા હવે કચેરીઓમાં કામનો ધમધમાટ શરૂ થવાનો છે. પરંતુ આચારસંહિતા હજુ 27 મે સુધી હોય જરૂરી કામ માટે મંજૂરી માંગવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રૂડા વિસ્તારના 24 ગામોમાં ટેન્કર સહિતના સ્ત્રોતથી પાણી આપવામાં આવે છે. અહીં 80 કરોડના ખર્ચે પાઈપલાઈન પાથરવાનો પ્રોજેકટ મંજૂર થયો છે. પરંતુ ચૂંટણી જાહેર થતા ટેન્ડર બહાર પાડી શકાયા ન હતા. હવે માત્ર વહીવટી પ્રક્રીયા ખાતર ટેન્ડર બહાર પાડવા દેવાની મંજૂરી રૂડા ચેરમેન બંછાનિધિ પાનીએ કલેકટર પાસે માંગી છે. જે અંગે રાજય ચૂંટણી પંચનું માર્ગદર્શન આવ્યા બાદ કાર્યવાહી કરાશે.
ઉપરાંત 80 ફૂટ રોડ પર મનપા વેસ્ટ પ્લાન્ટ બનાવવાની છે. આ માટેના ટેન્ડર બહાર પાડવા માટે પણ જીલ્લા તંત્ર પાસે મંજૂરી માંગવામાં આવી છે.

શાસકોએ કાળઝાળ તાપ વચ્ચે ‘કાર’ પરત માંગી!
લોકસભાની ચૂંટણી ગુજરાત અને રાજકોટમાં પૂરી થઈ જતા મનપા પદાધિકારીઓ હવે કચેરીમાં હાજર થઈ ગયા છે. આથી તેમને મળતી કારની સુવિધા પુન: શરૂ કરવા ચૂંટણી તંત્રની મંજુરી માંગવામાં આવ્યાનું જાણવા મળેલ છે.
ચૂંટણી જાહેર થતા જ તમામ નેતાઓની કાર જમા થઈ ગઈ હતી. જે બાદમાં ચૂંટણી તંત્રએ હસ્તગત કરી હતી. બહારથી આવતા અધિકારીઓના કામ માટે પણ રોકવામાં આવી હતી. હવે મતદાન પૂરૂ થતા ઓબ્ઝર્વર સહિતના અધિકારીઓ પરત ચાલ્યા ગયા છે. આથી આ કાર ફ્રી થઈ ગઈ છે.
હવે તંત્રને કોઈ મુશ્કેલી ન હોય તો કાર પરત આપવા મહાપાલિકાએ જીલ્લા તંત્રને વિનંતી કર્યાનું બહાર આવ્યું છે.


Advertisement