ગુજરાતમાં પહેલીવાર એક મહિના સુધી ઇવીએમ સ્ટ્રોંગરૂમમાં બંધ રહેશે

25 April 2019 06:29 PM
Rajkot Gujarat
  • ગુજરાતમાં પહેલીવાર એક મહિના સુધી ઇવીએમ સ્ટ્રોંગરૂમમાં બંધ રહેશે

રાજકોટમાં કણકોટ ખાતે 2050 ઇવીએમ મશીન પર સીઆરપીએફ-એસઆરપી અને સ્થાનિક પોલીસની સિકયોરીટી

Advertisement

રાજકોટ તા.25
આ વર્ષે લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતનું મતદાન 23 એપ્રિલના રોજ થયું હતું. ત્યારે પરિણામ 23 મેના જાહેર થશે. આ તકે સમગ્ર ગુજરાતમાં એક મહિના સુધી ઇવીએમ મશીન સ્ટ્રોંગ રૂમમાં બંધ રહેશે તે ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે. આ પહેલા ભૂતકાળની ચૂંટણીઓની વાત કરીએ તો 2004માં 20 એપ્રિલના રોજ મતદાન થયું હતું અને પરિણામોની જાહેરાત 13મે, 2009ની ચૂંટણીમાં 30 એપ્રિલના રોજ મતદાન અને પરિણામ 17મે ના રોજ જાહેર થયું હતું. જયારે 2014માં 30 એપ્રિલના રોજ ચૂંટણી અને પરિણામ 16મેના રોજ જાહેર થયું હતું. ઉલ્લેખનીય છે કે 2004થી જ સંપૂર્ણ લોકસભા ચૂંટણીમાં ઇવીએમનો ઉપયોગ શરૂ થયો હતો.

ઇવીએમ સ્ટ્રોંગરૂમ સુધી કેવી રીતે પહોંચે છે?
મતદાન પૂર્ણ થયા બાદ ટકાવારી, સંખ્યા સહિતનો સંપૂર્ણ રિપોર્ટ પ્રિસાઇડીંગ ઓફિસર તૈયાર કરે છે
અને એક વોટના અલગ-અલગ બૂથના ઇવીએમ પ્રિસાઇડીંગ ઓફિસર ભેગા કરી તેની પૂરેપૂરી ચકાસણી કરે છે.
ત્યારબાદ જે તે લોકસભાના રિટર્નીંગ ઓફિસર અને રાજકીય પક્ષોના પ્રતિનિધિની હાજરીમાં પંચનામુ કરી ઇવીએમ સીલ કરી દેવામાં આવે છે. સીલ માર્યા બાદ તેના સ્પેશ્યલ પ્રુફ બેગમાં મુકીને સરકારી બસોમાં સ્ટ્રોંગ રૂમ સુધી પહોંચાડવામાં આવે છે અને સ્ટ્રોંગરૂમમાં સીલ કરી તેના પર તારીખ અને સમય લખવામાં આવે છે. આ સ્ટ્રોંગરૂમમાં કલેકટર પણ એકલા જઇ શકતા નથી.


Advertisement