અંબાજી શક્તિપીઠના દર્શન કરતા મુખ્યમંત્રી: આરતી-પુજામાં ભાગ લીધો

25 April 2019 03:19 PM
Gujarat
  • અંબાજી શક્તિપીઠના દર્શન કરતા મુખ્યમંત્રી: આરતી-પુજામાં ભાગ લીધો
  • અંબાજી શક્તિપીઠના દર્શન કરતા મુખ્યમંત્રી: આરતી-પુજામાં ભાગ લીધો
  • અંબાજી શક્તિપીઠના દર્શન કરતા મુખ્યમંત્રી: આરતી-પુજામાં ભાગ લીધો

Advertisement

ગુજરાતમાં હેટ્રીક ચુંટણી પ્રચાર બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે પવિત્ર અને પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે સજોડે માતાજીના દર્શન કર્યા હતા અને સવારની આરતીનો લાભ લીધો હતો તથા પુજા-અર્ચના કર્યા બાદ ગબ્બર પર જઈને પણ માતાજીના દર્શન કર્યા હતા. મુખ્યમંત્રીએ અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવા માટે રૂા.31 હજારનું વ્યક્તિગત દાન આપ્યું છે તથા તેઓએ અહી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ અન કલેકટર સાથે યાત્રીકોની સુવિધા અંગે પણ ચર્ચા કરી હતી. મુખ્યમંત્રીએ બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાત અને દેશની પ્રગતિ તથા સમૃદ્ધિ વધે તે માટે માતાજીના આશિર્વાદ મેળવ્યા છે. તેમની સાથે તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીએ પણ પુજા-અર્ચના અને દર્શનમાં ભાગ લીધો હતો.


Advertisement