મુસ્લિમ પરિવારે દીકરીના લગ્નના કાર્ડમાં રામ-સીતાની તસ્વીર છપાવી

25 April 2019 01:24 PM
India
  • મુસ્લિમ પરિવારે દીકરીના લગ્નના કાર્ડમાં રામ-સીતાની તસ્વીર છપાવી

શાહજહાંપુરના ચિલૌવાના મુસ્લિમ પરિવાર કહે છે-અમને ઈશ્ર્વર-અલ્લાહ બન્ને માટે પ્રેમ

Advertisement

શાહજહાંપુર તા.25
સાહિર લુધિયાનવીએ એક ફિલ્મ ગીતમાં લખ્યું છે- તું હિન્દુ બનેગા ન મુસલમાન બનેગા, ઈન્સાન કી ઔલાદ તું ઈન્સાન બનેગા.. જાત-પાતના ભેદભાવ ટૂંકી દ્દષ્ટિના લોકોને હોય છે, ઉદાર દિલના લોકો હળી મળીને રહેતા હોય છે.
આવા જ એક ઉદાર દિલનો મુસ્લિમ પરિવાર છે. શાહજહાંપુરના ચિલૌવા ગામનો. આ ગામના એક મુસ્લિમ પરિવારે પોતાની દીકરી રુખસાર બાનોના લગ્નના નિમંત્રણ કાર્ડ (કંકોત્રી) પર ભગવાન રામ અને સીતાની તસવીર છપાવીને હિન્દુ-મુસ્લિમ એકતાની અનોખી મિસાલ રજૂ કરી છે. રુખસારની મા બેબીનું કહેવું છે કે અમે એક સંદેશ આપવા માગતા હતા કે અમને ઈશ્ર્વરની સાથે સાથે અલ્લાહ સાથે પણ પ્રેમ છે. દરેક અમારા પરિવારનો ભાગ છે. અલ્લાહગંજ થાણા ક્ષેત્રના ચિલૌઆ ગામમાં રહેતા ઈબારત અલીની દીકરીના 30 એપ્રિલે અલ્લાહગંજ નિવાસી સોનુના પુત્ર સાથે લગ્ન થનાર છે. ઈબારત અલીએ નિમંત્રણ કાર્ડમાં મુસ્લિમ ધર્મનો ફોટો ન છપાવીને ભગવાન રામ-સીતાના સ્વયંવરની તસવીર છપાવી છે.
અલીએ ખૂબ જ પ્રેરણાદાયી વાત કરતા જણાવ્યું હતું કે ચિલૌઆ ગામની વસ્તી 1800 હિન્દુઓની છે. ગામમાં એક માત્ર તેમનો જ મુસ્લિમ પરિવાર રહે છે પણ હિન્દુઓએ અમને કયારેય પણ એવો અહેસાસ નથી કરાવ્યો કે અમે મુસ્લિમ છીએ.
અલીએ જણાવ્યું કે તે હિન્દુ-મુસ્લિમ બન્ને ધર્મને માને છે. એટલે ગામના પ્રસિધ્ધ દેવી મંદિરમાં તેણે દિકરીના લગ્નનું નિમંત્રણ કાર્ડ ચિલૌઆ દેવી માતાને અર્પણ કરેલું.


Advertisement