સારવાર તબીબ નકકી કરી શકે, વીમા કંપની નહિં

25 April 2019 11:04 AM
Ahmedabad Gujarat
  • સારવાર તબીબ નકકી કરી શકે, વીમા કંપની નહિં

દર્દીની સારવાર પ્રક્રિયા યોગ્ય ન હોવાના દાવા સાથે વીમા કંપનીએ રીજેકટ કરેલા કલેઈમને ફગાવતી ગ્રાહક અદાલત

Advertisement

વડોદરા તા.25
દર્દીને સારવારની પ્રક્રિયા તબીબ જ નકકી કરી શકે, વીમા કંપની નહીં એવી ગર્ભિત ટીપ્પણી કરીને ગ્રાહક અદાલત દ્વારા નાગરીકને આરોગ્ય વિમો ચુકવવાનો આદેશ કર્યો હતો.
વડોદરાનાં ફરસાણનાં વેપારી ભંવરલાલ પુરોહીત દ્વારા પત્નિ પુષ્પાબેનનાં મેડીકલ બીલનો વીમા કંપની પાસે કલેઈમ કર્યો હતો. ત્રણ દિવસ તેઓને હોસ્પીટલમાં રાખવામાં આવ્યા હતા. થર્ડ પાર્ટી એડમીનીસ્ટ્રેટર (ટીપીએ) પેરેમાઉન્ટ હેલ્થ સર્વીસ આરોગ્ય વિમાનો દો રીજેકટ કર્યો હતો. હોસ્પીટલમાં યોગ્ય સારવાર પ્રક્રિયા નહીં અનુસરવામાં આવ્યાનો દાવો કરાયો હતો. હોસ્પીટલમાં સારવાર દરમ્યાન તબીબે કરાવેલા ટેસ્ટ દવા યોગ્ય નથી દર્દીની બિમારીમાં આ બીનજરૂરી હતા એટલે વીમાનો દાવો નકારવામાં આવે છે.
આ મામલે દર્દી દ્વારા ગ્રાહક અદાલતમાં ઘા નાખવામાં આવી હતી. તબીબ દ્વારા એકસ-રે, લેબોરેટરી ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. દવા અને ઈન્જેકશન પણ આપવામાં આવ્યા હતા પરંતુ તબીબની આ સારવાર યોગ્ય ન હોવાનું દર્શાવીને વીમા દાવો રીજેકટ કરવામાં આવ્યો હતો.આ મામલે ગ્રાહક અદાલતે એવી ટીપ્પણી કરી હતી કે સારવાર કરવાનું કામ અને સારવાર પ્રક્રિયા તબીબે જ નકકી કરવાની થાય છે. સારવાર પ્રક્રિયા નકકી કરવાનું કામ વિમા કંપનીનું નથી અને તેના આધારે વીમા દાવો નકારી ન શકે.
દર્દી દ્વારા પેશ કરવામાં આવેલા પુરાવા ગ્રાહક અદાલતે માન્ય રાખ્યા હતા અને એવુ તારણ દર્શાવ્યુ હતું કે થર્ડ પાર્ટી એડમીનીસ્ટ્રેટર (ટીપીએ) દ્વારા માત્ર કેસ પેપર ચકાસીને જ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. ટીપીએનાં અભિપ્રાયને બદલે તબીબનો નિર્ણય સારવાર વધુ મહત્વની છે.
દર્દીને સારવારની રકમ 8 ટકા વ્યાજ સાથે ચુકવવા તથા વધારાનું રૂા.3000 નું વળતર આપવાનો આદેશ કર્યો હતો.


Advertisement