મત આપ્યા પછી મોદીનો રોડ-શો આચારસંહિતા ભંગ નથી: ચૂંટણી પંચ

24 April 2019 07:27 PM
Ahmedabad Gujarat
  • મત આપ્યા પછી મોદીનો રોડ-શો આચારસંહિતા ભંગ નથી: ચૂંટણી પંચ

કોંગ્રેસની ફરિયાદમાં વજૂદ નથી: રાજય ચૂંટણી પંચ

Advertisement

અમદાવાદ તા.24
રાણીપમાં મત આપ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોજેલા રોડ-શોથી આદર્શ આચારસંહિતાનો ભંગ થયો નથી એવું ચૂંટણીપંચ માને છે. રાજયના મુખ્ય ચૂંટણી અધિકારી મુરલી ક્રિષ્નાએ જણાવ્યું હતું કે અમને રોડ શો બાબતે કોંગ્રેસ તરફથી ફરિયાદ મળી હતી. અમે અમદાવાદ જીલ્લાના કલેકટર પાસેથી રિપોર્ય મળ્યો છે. એમાં આદર્શ આચારસંહિતાને ભંગ થયાનું જણાતું નથી. ક્રિષ્નાએ જણાવ્યું હતું તેમને દિવસ દરમિયાન 43 ફરિયાદો મળી હતી. તેમાં અમદાવાદમાંથી 11, જુનાગઢ અને અમરેલીમાંથી પાંચ પાંચ અને અમરેલી, દાહોદ અને જામનગરમાંથી ત્રણ ત્રણ ફરિયાદ મળી છે. એ તમામ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે.


Advertisement