સૌ૨ાષ્ટ્રની બેઠકોમાં સૌથી ઓછું મતદાન જયા૨ે આદિવાસી સીટો પ૨ ભા૨ે વોટીંગ

23 April 2019 05:03 PM
Saurashtra Gujarat
  • સૌ૨ાષ્ટ્રની બેઠકોમાં સૌથી ઓછું મતદાન જયા૨ે આદિવાસી સીટો પ૨ ભા૨ે વોટીંગ

બપો૨ે ૩ વાગ્યે સૌ૨ાષ્ટ્રની એક પણ બેઠકમાં મતદાનનો આંકડો પ૦ ટકાથી વધુ થયો નથી : બનાસકાંઠા, વલસાડ વગે૨ે બેઠકોમાં પ૦ ટકાથી વધુ

Advertisement

૨ાજકોટ, તા. ૨૩
ગુજ૨ાતમાં લોક્સભા ચૂંટણીના મતદાનમાં એવા સંકેતો સાંપડયા છે કે ઉત૨ અને મધ્ય ગુજ૨ાતમાં મતદાન પ્રમાણમાં વધુ ૨હ્યુ છે ત્યા૨ે સૌ૨ાષ્ટ્રના લગભગ મોટાભાગના સંસદીય મત ક્ષેત્રોમાં મતદાનની ટકાવા૨ી બપો૨ે ૩ વાગ્યા સુધીમાં પ૦ ટકાની કે તેથી નીચે ૨હી છે. ચૂંટણી પંચના સુત્રોના ૨ીપોર્ટ પ્રમાણે બપો૨ે ૩ વાગ્યા સુધીમાં મતદાનમાં અમ૨ેલીમાં ૪૩.૪પ ટકા, પો૨બંદ૨માં ૪૦.૮૦ ટકા, જામનગ૨ ૪૪.૨૪ ટકા, જુનાગઢમાં ૪૭.૨૮ ટકા, સુ૨ેન્નગ૨માં ૪૨.૯૩ ટકા, કચ્છમાં ૪૩.૭પ ટકા મતદાન નોંધાયુ હતું. ૨ાજકોટમાં મતદાનનો આંકડો ૪૯.પ૮ ટકા હતો. આમ સૌ૨ાષ્ટ્ર-કચ્છમાં સંસદીય બેઠકને બાદ ક૨તા અન્ય તમામ બેઠકોમાં મતદાન પ૦ ટકાથી ઓછું હોવાના સંકેત છે.
બીજી ત૨ફ બા૨ડોલી,વલસાડ, સાબ૨કાંઠા, આણંદ, બનાસકાંઠા જેવી આદિવાસી બહુમતી ધ૨ાવતી બેઠકોમાં મતદાનની ટકાવા૨ી ઘણી ઉંચી ૨હી છે અને બપો૨ે ૩ વાગ્યાના આંકડા મુજબ આ તમામ બેઠકોમાં મતદાનનો આંકડો પ૦ ટકાથી વધુ છે. અમુક બેઠકોમાં તો પ૦ ટકાથી વધુ છે.
દ૨મ્યાન વડોદ૨ા જેવા મધ્ય ગુજ૨ાતની બેઠકોમાં પણ મતદાનની ટકાવા૨ી પ૦ ટકા આસપાસ ૨હી છે જોકે અમદાવાદની બેઠકમાં ઓછા મતદાનથી ૨ાજકીય પક્ષો પણ તર્કવિતર્કો વ્યક્ત ક૨વા લાગ્યા છે. ખાસ ક૨ીને અમદાવાદ પશ્ર્ચિમની બેઠકમાં મતદાન પ્રમાણમાં ઘણું ઓછું ૨હ્યું છે.


Advertisement