સૌરાષ્ટ્રની ત્રણ સહીત ચાર ધારાસભા પેટાચૂંટણી માટે પણ 10-12% મતદાન

23 April 2019 02:14 PM
Rajkot Saurashtra

જામનગર ગ્રામ્ય- ધંધુકા માણાવદરમાં લોકસભા સાથે મત પડયા :કોંગ્રેસના પુર્વ ધારાસભ્યો હવે ભાજપની ટિકીટ પર લડે છે: ઉંઝા બેઠક પર આશાબેનની કસોટી

Advertisement

રાજકોટ: ગુજરાતમાં લોકસભા ચૂંટણી સાથે આજે રાજયની ચાર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે અને તેઓ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટકકર છે. તમામ ચાર બેઠકોમાં સૌરાષ્ટ્રની ત્રણ, ધ્રાંગધ્રા-માણાવદર અને જામનગર (ગ્રામ્ય) અને ઉતર ગુજરાતની ઉંઝા ધારાસભા બેઠક છે. આ તમામ ચાર બેઠકોમાં ધ્રાંગધ્રા, માણાવદર અને ઉંઝાની બેઠક પરના કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપીને ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો અને હવે તેઓ ભાજપની ટિકીટ પર ચૂંટણી લડી રહ્યા છે. ઉંઝામાં હવે ભાજપના આશાબેન પટેલ સામે કોંગ્રેસના એન.કે.પટેલ લડી રહ્યા છે. ઘોડાપુરની બેઠક પર ભાજપની ટિકીટ પર પરસોતમ સાબરીયા અને કોંગ્રેસના દિનેશ પટેલ ઉપરાંત માણાવદરમાં ભાજપના જવાહર ચાવડા અને કોંગ્રેસના અરવિંદ લાડાણી છે અને અહી એનસીપી તરફથી રેશ્મા પટેલ પણ ચૂંટણી લડી રહ્યા છે તો જામનગર ગ્રામ્ય બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભ ધારવીયા એ રાજીનામુ આપતા હવે તેના પુર્વ ધારાસભ્ય રાઘવજી પટેલ છે તો કોંગ્રેસ જયંતિભા, સભાયા ચૂંટણી લડી રહ્યા છે. આજે સવારે આ તમામ ચાર પેટાચૂંટણીમાં લોકસભાની સાથે જ ધારાસભા માટે મતદાન થયું છે અને પ્રથમ બે કલાક છે. 12થી15% મતદાનના અહેવાલ છે.


Advertisement