ગુજ૨ાતમાં ભાજપના ચૂંટણી પ્રચા૨ના આર્કિટેક વિજયભાઈ રૂપાણી ૨હ્યા

22 April 2019 07:12 PM
Rajkot
  • ગુજ૨ાતમાં ભાજપના ચૂંટણી પ્રચા૨ના આર્કિટેક વિજયભાઈ રૂપાણી ૨હ્યા

સતત પ્રવાસ અને પ્રચા૨માં વ્યસ્ત : સમગ્ર ૨ાજયમાં ૭પથી વધુ સભાઓને સંબોધન ર્ક્યુ : ફક્ત ૩ થી ૪ કલાકની જ ઉંઘ થતી : સવા૨ના નાસ્તા પછી સાંજે ૭ વાગ્યા પૂર્વે સાત્વિક ભોજન જેમકે ખીચડી, કઢી, વગે૨ે આ૨ોગતા

Advertisement

૨ાજકોટ, તા. ૨૨
ગુજ૨ાતમાં લોક્સભા ચૂંટણીમાં એક ત૨ફ વડાપ્રધાન ન૨ેન્ મોદી તથા ભાજપના ૨ાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે પક્ષ્ા માટે મહત્વની બેઠકો પ૨ પ્રચા૨ ર્ક્યો હતો તો બીજી ત૨ફ ૨ાજયમાં સૌથી વધુ સભાઓ સંબોધવામાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ એક નવો ૨ેકોર્ડ બનાવ્યો છે. લોક્સભાની ચૂંટણીની જાહે૨ાત પૂર્વે વિવિધ સમા૨ોહ ા૨ા ૨ાજયમાં પ્રવાસ ર્ક્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ત૨ીકે શ્રી રૂપાણીએ છેલ્લા ત્રણ વર્ષ્ામાં ૨ાજયના તમામ વિસ્તા૨ોમાં એકથી વધુ વખત પ્રવાસો ક૨ીને સતત પ્રજાની વચ્ચે ૨હેવાનું પસંદ ર્ક્યુ છે અને આ પ્રવાસ દ૨મ્યાન જે તે વિસ્તા૨ના પ્રશ્ર્નો અને લોક્સમસ્યા ઉકેલવાની કામગી૨ી પણ ક૨ી છે. જયા૨ે વિધાનસભા ચૂંટણીમાં પણ તેઓએ પક્ષ્ાના પ્રચા૨ની જવાબદા૨ી સંભાળી હતી. મુખ્યમંત્રી ત૨ીકે સતાવા૨ ૨ીતે પણ તેઓએ એક લાખ ક઼િમી.થી વધુનો પ્રવાસ લગભગ અઢી વર્ષ્ામાં ર્ક્યો છે. પ૨ંતુ લોક્સભા ચૂંટણી માટે તેઓ માટે વિશેષ્ા જવાબદા૨ી હતી ખાસ ક૨ીને વડાપ્રધાન ન૨ેન્ મોદી તથા ભાજપના ૨ાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ બંને સમગ્ર દેશમાં પ્રચા૨માં સતત વ્યસ્ત ૨હેતા હતા અને ગુજ૨ાત માટે મર્યાદિત સમય ફાળવ્યો હતો. તે વચ્ચે મુખ્યમંત્રીએ ખુદે પ્રચા૨નો દૌ૨ સંભાળી લીધો હતો અને તેઓએ અત્યા૨ સુધીમાં ૨ાજયમાં ૭પથી વધુ સભાઓને સંબોધીને એક ૨ેકોર્ડ બનાવ્યો છે. શ્રી રૂપાણીએ ચૂંટણીની જાહે૨ાત થતા પક્ષ્ાના ઉમેદવા૨ોના નામાંકન સમયે અનેક બેઠકો પ૨ તેઓ પહોંચી ગયા હતા અને બાદમાં ૨ાજયભ૨માં પ્રવાસનો દૌ૨ શરૂ ર્ક્યો હતો અને સતત વ્યસ્ત ૨હયા. સવા૨ે ૭.૩૦થી ૨ાત્રીના ૧૧ સુધીમાં તેઓએ સંખ્યાબધ્ધ સભાઓને વિવિધ મત વિસ્તા૨ોમાં સંબોધી હતી અને આ ઉપ૨ાંત તેમણે એ પણ નિશ્ર્ચિત ર્ક્યુ છે વહીવટી તંત્ર પણ ધબક્તુ ૨હે. એક ત૨ફ આક૨ા ઉનાળાની શરૂઆતથી ૨ાજયમાં પાણી સહિતના પ્રશ્ર્નો હતા તેમાં અગાઉથી આયોજન ક૨ાયું હતું. અને તેના અમલમાં મુખ્યમંત્રીએ સતત નજ૨ ૨ાખી હતી આ ઉપ૨ાંત તેઓએ ભાજપના સમગ્ર ચૂંટણી તંત્ર વડાપ્રધાન ન૨ેન્ મોદી સહિતના મહાનુભાવોના પ્રવાસનું સંકલન ર્ક્યુ હતુુ અને પક્ષ્ાના પ્રમુખ અમિત શાહ સાથે વ્યુહાત્મક અને ચૂંટણીલક્ષ્ાી બેઠકો પણ યોજી હતી. શ્રી વિજય રૂપાણીએ ભાગ્યે જ ૨ાત્રીના ૩ થી ૪ કલાકની ઉંઘ લીધી હશે. તેઓએ પોતાના બપો૨ અને સાંજના પણ અત્યંત સ૨ળ ભોજન સાથે દાળ-ભાત ખીચડી, દુધ વગે૨ે સાથે ઉનાળાના ભા૨ે તડકામાં પ્રવાસ અને પ્રચા૨માં તેઓને મુશ્કેલી ન પડે તેની પણ કાળજી લીધી હતી. તેઓએ વ્યસ્તતા વચ્ચે પણ સાંજના ૭ પૂર્વે ભોજન લઈ લેવાની તેમની પ૨ંપ૨ા જાળવી ૨ાખી હતી. આમ તેઓએ ૨ાજયમાં ચૂંટણી પ્રચા૨ની કામગી૨ીમાં નેતૃત્વ ર્ક્યુ હતુ અને ૨ાજયના વહીવટી તંત્ર ઉપ૨ પણ નજ૨ ૨ાખીને લોકોના કોઈપણ પ્રશ્ર્ન ન સર્જાય તે પણ જોયુ હતું.


Advertisement