રાજકોટમાં કુંડારિયા કે કગથરા? 18.83 લાખ મતદારો કાલે ભાવિ ઘડશે!

22 April 2019 07:01 PM
Rajkot Gujarat
  • રાજકોટમાં કુંડારિયા કે કગથરા? 18.83 લાખ મતદારો કાલે ભાવિ ઘડશે!
  • રાજકોટમાં કુંડારિયા કે કગથરા? 18.83 લાખ મતદારો કાલે ભાવિ ઘડશે!
  • રાજકોટમાં કુંડારિયા કે કગથરા? 18.83 લાખ મતદારો કાલે ભાવિ ઘડશે!
  • રાજકોટમાં કુંડારિયા કે કગથરા? 18.83 લાખ મતદારો કાલે ભાવિ ઘડશે!
  • રાજકોટમાં કુંડારિયા કે કગથરા? 18.83 લાખ મતદારો કાલે ભાવિ ઘડશે!
  • રાજકોટમાં કુંડારિયા કે કગથરા? 18.83 લાખ મતદારો કાલે ભાવિ ઘડશે!
  • રાજકોટમાં કુંડારિયા કે કગથરા? 18.83 લાખ મતદારો કાલે ભાવિ ઘડશે!
  • રાજકોટમાં કુંડારિયા કે કગથરા? 18.83 લાખ મતદારો કાલે ભાવિ ઘડશે!

લોકસભા બેઠકની 7 વિધાનસભા મત વિસ્તારમાં 2050 મતદાન મથકો : 9,70,958 પુરૂષો, 8,94,636 મહિલા મતદારો; 16 થર્ડ જેન્ડર મતદારો નોંધાયા : 2050 મતદાન મથકો; 12179 ચૂંટણી ફરજનો સ્ટાફ: 7000 જવાનોનો બંદોબસ્ત:ભાજપ-કોંગ્રેસ-બસપા સહિત દસ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ; 7 અપક્ષો:2050 વોટિંગ મશીનો; વીવીપેટ મશીન તૈયાર; 135 માઈક્રો ઓબ્ઝર્વરો રૂટ ઉપર:મતદાર કાર્ડ સહિત આધારકાર્ડ, લાયસન્સ, પાન કાર્ડ સહિતના 12 ઓળખપત્રો મતદાન માટે માન્ય:રાજકોટ લોકસભા બેઠકનો અંદાજીત ચૂંયણી ખર્ચ 6 કરોડથી વધુ; ચુકવણા શરૂ:35 સખી મતદાન મંડળો; સાત દિવ્યાંગ મતદાન બુથ; 130 એસ.ટી. બસો રોકી લેવાઈ

Advertisement

રાજકોટ તા.22
10-રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીમાં આવતીકાલે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી લોકસભા મત વિસ્તારના 2050 મતદાન મથકો પર મતદાન યોજાશે. આવતીકાલે યોજાનારા મતદાનમાં લોકસભા મત વિસ્તારના 18.83 લાખથી વધુ મતદારો કુંડારિયા કે કગથરાના ભાવિનો ફેંસલો વોટિંગ મશીનમાં કેદ કરશે. રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીમાં 2050 પ્રિસાઈન્ડિંગ, 4100 પોલિંગ ઓફિસરો સહિત 12179 ચૂંટણી ફરજના સ્ટાફે મતદાન મથકોનો કબજો સંભાળી લીધો છે. ભાજપ-કોંગ્રેસ- બ.સ.પા સહિત દસ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણી ફરજ માટે મતદાન મથકોમાં 7000 પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
10-રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીમાં આવતીકાલે યોજાનારા મતદાન સંદર્ભે આજે બપોરે ચૂંટણી ફરજના સ્ટાફને રવાના કરી દેવામાં આવ્યો છે. રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીમાં વહિવટી તંત્ર દ્વારા આખરી મતદાર યાદી તૈયાર થઈ છે. જેમાં 9,70,958 પુરૂષો, 8,94,636 મહિલા અને 16 થર્ડ જેન્ડર મતદારો નોંધાયા છે.તમામ મતદારોને મતદાન સ્લીપનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. લોકસભા ચૂંટણીમાં 2050 મતદાન મથકોમાં દરેક વિધાનસભા મત વિસ્તારમાં પાંચ-પાંચ સહિત 35 સખી મંડળો તૈયાર કરાયા છે. જે તમામ મતદાન મથકોમાં મહિલા કર્મચારીઓને ચૂંટણી ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત લોકસભા મત વિસ્તારમાં 7 દિવ્યાંગ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. જે તમામ બુથમાં દિવ્યાંગ કર્મચારીને ચૂંટણી ફરજ સોંપવામાં આવી છે.
રાજકોટ લોકસભા બેઠકમાં ચૂંટણીમાં 2050 વોટિંગ મશીનો, વીવીપેટ ફાળવી દેવામાં આવ્યા છે. જેમાં 68-રાજકોટમાં 263, 69-રાજકોટમાં 312, 70 રાજકોટમાં 228, 71-રાજકોટ ગ્રામ્યમાં 363, 72-જસદણમાં 262 મશીનોનો સમાવેશ થાય છે. જયારે ટંકારામાં મતદાન મથકોની સંખ્યા 299, વાંકાનેરમાં 322, રાજકોટ પૂર્વમાં 246, રાજકોટ પશ્ર્ચિમમાં 305, રાજકોટ દક્ષિણમાં 227, રાજકોટ ગ્રામ્યમાં 359 અને જસદણ વિધાનસભામાં 262 બુથ ફાઈનલ કરવામાં આવ્યા છે. રાજકોટ લોકસભામાં મતદારોને મતદાન કરવા માટે મતદાન ઓળખકાર્ડ સહિત અન્ય 12 પુરાવાઓ જેવા કે આધાર કાર્ડ, લાયસન્સ, પાન કાર્ડ, સહિતના ઓળખપત્રો મતદાન કરવા માટે માન્ય કરાયા છે. લોકસભા બેઠકની ચૂંટણીનું અંદાજિત ખર્ચ 6થી 7 કરોડ રૂપિયા થાય તેવી શકયતા છે. ચૂંટણીપંચે ચૂંટણી ફરજના સ્ટાફને મહેનતાણાના 75 લાખથી વધુની રકમ રાજકોટ જીલ્લા ચૂંટણી તંત્રને ફાળવી દીધી છે અને ચૂંટણી ફરજના સ્ટાફને તેના બેંક ખાતામાં તેમની કેટેગરીવાઈઝ ચૂકવણા કરી દેવામાં આવ્યા છે. દરમ્યાન આવતીકાલે યોજાનારા મતદાન સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી ડો. રાહુલ ગુપ્તાએ આજે શહેરના તમામ રીસીવીંગ ડીસ્પેચીંગ સેન્ટરોની મુલાકાત કરી હતી. આજે સવારે આખરી તબકકાનું રેન્ડેમાઈઝેશન કરવામાં આવ્યું હતું અને ચૂંટણી ફરજના સ્ટાફને રેન્ડેમાઈઝેશન બાદ ચૂંટણી ફરજના હુકમો બચાવી દઈ મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા છે. આવતીકાલે યોજાનારા મતદાન સંદર્ભે 135 માઈક્રો ઓબ્ઝર્વરને સતત ફિલ્ડમાં રહેવા અને નકકી કરવામાં આવેલા રૂટ ઉપર પેટ્રોલિંગ કરવાની સુચના આપી દેવામાં આવી છે. આમ રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીમાં આવતીકાલે યોજાનારા મતદાન સંદર્ભની તમામ તૈયારીઓ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. અને તમામ સ્ટાફે બુથ સંભાળી લીધા હોવાનું અંતમાં જણાવાયું છે.


Advertisement