લોકસભા ચૂંટણી દરમ્યાન 3 લાખથી વધુ વ્યકિતઓ સામે અટકાયતી પગલા

22 April 2019 06:51 PM
Ahmedabad Gujarat
  • લોકસભા ચૂંટણી દરમ્યાન 3 લાખથી વધુ વ્યકિતઓ સામે અટકાયતી પગલા
  • લોકસભા ચૂંટણી દરમ્યાન 3 લાખથી વધુ વ્યકિતઓ સામે અટકાયતી પગલા

ગુજરાત રાજયભરમાં કાયદો-વ્યવસ્થા સંદર્ભે : 7.પ8 કરોડની રોકડ, 1.88 કરોડના સોના, ચાંદી જપ્ત : પ199પ હથિયારો કબ્જે લેવાયા

Advertisement

ગાંધીનગર તા.22
લોકસભા સામાન્ય ચૂંટણી 2019 દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ચૂંટણી તંત્ર તથા જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા આગોતરા પગલાં લેવામાં આવી રહ્યાં છે.
રાજ્યનાં મુખ્ય નિર્વાચન અધિકારી ડો. એસ. મુરલી કૃષ્ણાએ જણાવ્યું હતું કે રાજ્યભરમાંથી 56,907 પરવાનેદાર હથિયાર ધારકો પૈકી ચૂંટણીઓ જાહેર થયા બાદ રાજ્યમાં 51,995 જેટલાં હથિયારો પોલીસ સ્ટેશનમાં જમા કરાવાયા છે. તેમજ રાજ્યમાં ચૂંટણીની જાહેરાત પછી તકેદારીનાં ભાગરૂપે 67,417 બિનજામીનપાત્ર વોરંટ બજાવવામાં આવ્યા છે. જ્યારે 3,03,377 વ્યક્તિઓ સામે વિવિધ સીઆરપીસી એક્ટ હેઠળ અટકાયતી પગલાં લેવાયા છે.
મુખ્ય નિર્વાચન અધિકારી, ડો એસ.મુરલી કૃષ્ણાએ કહ્યુ હતુ કે, લોકસભાની સામાન્ય ચૂંટણી માટે ચૂંટણી જાહેરાતની તારીખથી જ આચાર સહિંતા લાગુ કરવામાં આવેલ છે. સમગ્ર રાજયમાં ચૂંટણી ખર્ચ માટે જિલ્લા કક્ષાએ ચૂંટણી તંત્રને સજ્જ કરાયુ છે. દરેક જિલ્લામાં ચૂંટણી ખર્ચના એક નોડલ અધિકારી અને વિવિધ ટીમની રચના કરાઈ છે. ચૂંટણી ખર્ચ નિયંત્રણ માટે નિમાયેલ વિવિધ ટીમ અને રાજય આબકારી અને નશાબંધી વિભાગ દ્વારા તા. 20.04.2019 સુધીમાં રૂ. 524.34 કરોડની કિંમતનું અંદાજે 130.73 કિલો જેટલું Contraband Drugs, રૂ. 11.13 કરોડનો 3.90 લાખ લિટર દારૂ તેમજ કુલ 7.58 કરોડ રોકડ અને રૂ. 1.88 કરોડનું સોનું-ચાંદી જપ્ત કરવામાં આવેલ છે. આમ કુલ જપ્ત થયેલ રોકડ/વસ્તુઓની કુલ રકમ રૂ. 544.94 કરોડ થાય છે. જપ્ત કરાયેલ રોકડ પૈકી આવકવેરા વિભાગે 6.98 કરોડની રોકડ અને ફ્લાઈંગ સ્ક્વોડ તથા સ્ટેટીક સર્વેલન્સ ટીમે રૂ. 0.61 કરોડની રોકડ જપ્ત કરેલ છે. જેમાં 1.04 કરોડ સૂરત, રૂ. 0.94 કરોડ વલસાડ, રૂ. 2.45 કરોડ અમદાવાદ, રૂ. 1.24 કરોડ રાજકોટ, રૂ. 0.54 કરોડ વડોદરા, રૂ. 0.35 કરોડ નવસારી અને રૂ. 0.97 કરોડ અન્ય જિલ્લામાંથી જપ્ત થયેલ રોકડ રકમનો સમાવેશ થયેલ છે.
ચૂંટણી પંચની અદ્યત્તન સૂચનાઓ મુજબ ચૂંટણી પ્રક્રીયા દરમિયાન ઉમેદવારોના ચૂંટણી ખર્ચ રજિસ્ટરની કુલ ત્રણ વાર તપાસણી કરવામાં આવે છે, અને તેમા કોઇ વિસંગતતા જોવા મળે કે હિસાબો સમયસર રજુ ન કરે તો તે માટે સબંધિત ચૂંટણી અધિકારીશ્રી દ્વારા નોટીસ પાઠવી ખુલાસા મંગવામાં આવે છે.
પ્રથમ તપાસણી દરમિયાન કુલ 371 ઉમેદવારો પૈકી 282 ઉમેદવારોએ હિસાબો રજુ કરેલ હતા, જ્યારે બાકી રહેલા 89 ઉમેદવારોને નોટીસો પાઠવવામાં આવેલ હતી. આજ રીતે બીજી તપાસણી દરમિયાન 345 ઉમેદવારોએ હિસાબો રજુ કરેલ હતા, જ્યારે બાકી રહેલા 26 ઉમેદવારોને નોટીસો પાઠવવામાં આવેલ હતી. ત્રીજી તપાસણી ચાલુ છે જેમાં અત્યાર સુધી કુલ 230 ઉમેદવારોએ હિસાબો રજુ કરેલ છે. 12 ઉમેદવારોને હિસાબો રજુ ન કરવા બદલ નોટીસ પાઠવેલ છે જ્યારે 10 બેઠકોના ઉમેદવારોના હિસાબની તપાસણી ચાલી રહેલ છે. તમામ ઉમેદવારોના હિસાબો/નોટીસો ઈઊઘ ઠયબતશયિં ઉપર અપલોડ કરવામાં આવેલ છે.


Advertisement