આ ચૂંટણી સત્તા માટેની લડાઈની નથી, દેશની અર્થ વ્યવસ્થા, બંધારણીય સંસ્થાઓ તથા એકતા-અખંડિતતાને બચાવવાની છે: રાહુલ ગાંધી

22 April 2019 06:33 PM
Rajkot Gujarat
  • આ ચૂંટણી સત્તા માટેની લડાઈની નથી, દેશની અર્થ વ્યવસ્થા, બંધારણીય સંસ્થાઓ તથા એકતા-અખંડિતતાને બચાવવાની છે: રાહુલ ગાંધી
  • આ ચૂંટણી સત્તા માટેની લડાઈની નથી, દેશની અર્થ વ્યવસ્થા, બંધારણીય સંસ્થાઓ તથા એકતા-અખંડિતતાને બચાવવાની છે: રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો ‘સાંજ સમાચાર’ ને એકસકલુઝીવ ઈન્ટરવ્યુ

Advertisement

રાજકોટ તા.22
દેશના સૌથી મોટા લોકશાહી પર્વ એવા લોકસભાની ચૂંટણીના સાત તબકકા પૈકી બે પૂર્ણ થઈ ગયા છે. આવતીકાલે ગુજરાત સહીત 14 રાજયોની 115 બેઠકોમાં મતદાન યોજાવાનું છે. આ ત્રીજા તબકકો જ સૌથીમોટો હોય તેમ 115 બેઠકો પર વિવિધ રાજકીય ઉમેદવારોના ભાવિ ઘડાવાના છે. આ મહત્વપૂર્ણ ચૂંટણી તબકકા પુર્વે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ‘સાંજ સમાચાર’ને ખાસ એકસકલુઝીવ મુલાકાત આપી હતી. ખેડુતોને પાક વીમા-ભાવના પ્રશ્ર્નોથી માંડીને અમલના દોઢ વર્ષે પણ હજુ વેપારીઓને નડતી જીએસટીની સમસ્યા, રાફેલ ડીલ વિવાદથી માંડીને ભારતીય બેંકોના અબજો રૂપિયા ડુબાડીને વિદેશમા ફરાર થઈ ગયેલા નિરવ મોદી સહીતના ઉદ્યોગકારો, કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં ગરીબોને નિશ્ર્ચિત આવકની ‘ન્યાય યોજના’ થી માંડીને યુવાવર્ગમાં વધતી બેરોજગારી, નોટબંધી જેવા પગલાઓથી બરબાદ જેવા તયેલા વેપાર ઉદ્યોગ તથા અર્થતંત્રમાં પ્રાણ પુરવાથી માંડીને દેશના આરોગ્ય-શિક્ષણ અને ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રના આયોજનો સહીત એક ડઝનથી વધુ સવાલોના વિસ્તૃત, વિગતપૂર્ણ અને નિખાલસ જવાબો આપ્યા હતા.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સૌપ્રથમ સાંજ-સમાચારને આ મુલાકાત આપી છે અને તમામે તમામ પ્રશ્ર્નોના જવાબ આપ્યા છે, લોકસભાની વર્તમાન ચૂંટણીમાં કોંગ્રેસ તથા તેના અધ્યક્ષના રાજકીય વિચારો, પાર્ટીની ભાવિ યોજનાઓ વગેરે ‘સાંજ સમાચાર’ના વાંચકો માટે પ્રસ્તુત છે.

ખેડુતો માટે પાક વિમા યોજના ‘નહિં નફો-નહિં નુકશાન’ ના ધોરણે લાગુ કરાશે

પ્રશ્ર્ન: તમારી જાહેરસભાઓમાં તમે વારંવાર ગુજરાતી વેપારીઓ તથા નાના વેપાર ઉદ્યોગકારો વિશે ચિંતા દર્શાવી છે. આવા નાના વેપારઓ માટે આવકવેરા કે જીએસટીમાં ઘટાડો કરવા અથવા જીએસટી માળખુ એકદમ સરળ બનાવીને રાહત આપવાનું વિચાર્યુ છે? કેન્દ્રની ભાજપ સરકારે વચગાળાના બજેટમાં આવકવેરામાં રાહત જાહેર કરી હતી ત્યારે કોંગ્રેસની સરકાર રચાવાના સંજોગોમાં સમાન રખાશે કે તેમાં વધુ ઘટાડો કરાશે?
જવાબ: નાના-મધ્યમ વેપારીઓ તથા ઉત્પાદન ક્ષેત્ર દેશની અર્થવ્યવસ્થા માટે સૌથી વધુ મહત્વપૂર્ણ છે. આ વેપાર ઉદ્યોગકારો જ રોજગારી સર્જનમાં અગ્રેસર હોય છે. વર્તમાન સરકાર માત્ર ‘મેઈક ઈન ઈન્ડીયા’ જેવા નારાઓમાં જ સારી છે. વાસ્તવિક ઔદ્યોગીક વિકાસ દર રેકર્ડ પર છે. સાવ નબળો છે. કેન્દ્રમાં સતા મળવાના સંજોગોમાં આવતા પાંચ વર્ષ દરમ્યાન ઉદ્યોગોનો હિસ્સો વધારીને જીડીપીના 25 ટકા કરાશે. ‘મેઈક ફોર ધ વર્લ્ડ’ નીતિ ઘડાશે જે અંતર્ગત વિદેશી અને ભારતીય કંપનીઓને સંયુક્ત રીતે ખાસ નિકાસ ઝોનમાં રોકાણ કરવા પ્રોત્સાહન અપાશે. પેટન્ટ મેળવાશે. પેટન્ટ પુલ બનાવાશે અને નાના વેપાર-ઉદ્યોગકારોને આધુનિક ટેકનોલોજી ઉપલબ્ધ કરાશે. ભાજપ સરકારના નિયમો-નિયંત્રણોની સમીક્ષા કરાશે અને વેપાર ઉદ્યોગ સરળતાથી અને મુક્તરીતે ધમધમી શકે તેવા કદમ ઉઠાવાશે.

ગુજરાત સહિતના નાના-મધ્યમ વેપાર ઉદ્યોગકારો માટે ‘મેઈક ફોર ધ વર્લ્ડ કોન્સેપ્ટ’

પ્રશ્ર્ન: ગુજરાતના ખેડુતોનો સૌથી મોટો પ્રશ્ર્ન ખાનગી વીમા કંપનીઓને સોંપી દેવાયેલા પાક વીમાની છે. કોંગ્રેસની સરકાર આવે તો ભૂતકાળની જેમ તે સરકારી વીમા કંપનીઓને સોપાશે કે પાક વીમા યોજનામાં નીતિવિયક ફેરફાર કરશો?
જવાબ: ભાજપ સરકારની સંપૂર્ણ નિષ્ફળ ‘ફસલ વીમા યોજના’ને નવુ સ્વરૂપ જ આપશે. ભાજપની આ યોજના કિસાનોના ભાગે વીમા કંપનીઓની તિજોરી ભરી રહી છે. ‘નહી નફો, નહી નુકશાન’ ના ધોરણે પાક વીમો અને તેનું પ્રીમીયમ લેવા વીમા કંપનીઓને ફરજ પડાશે.

પ્રશ્ર્ન: નિરવ મોદી, વિજય માલ્યા જેવા ભાગેડુ ઉદ્યોગકારો તથા અનિલ અંબાણી જેવા અન્યો સામે નવી કોંગી સરકાર તપાસ યોજશે કે ભાગેડુઓને પકડવા માટેની પ્રક્રિયા ઝડપી બનાવશે? રાફેલ ડીલ મુદે પણ તપાસ કરાવવામાં આવશે.
જવાબ: સતા મળવાના સંજોગોમાં નિશ્ર્ચિતપણે રાફેલ ડીલની તપાસ કરાવવામાં આવશે. ફ્રાંસ પણ કાંઈક તપાસ કરી રહ્યાનું જણાય છે. અનિલ અંબાણીની કંપનીને 14 કરોડ યુરોના ટેકસ લાભ અપાયાના સ્થાનિક અખબારના ધડાકા પછી ફ્રાંસ સરકાર ઉંડી ઉતરી રહ્યાનું જણાય છે જયારે બેંકોને ડુબાડીને ફરાર થઈ ગયેલા તમામ મૂડીપતિઓ સામે તપાસનો ગાળીયો મજબૂત બનાવીને સજા કરાવવામાં આવશે.

ન્યાય યોજના સચોટ, નિષ્ણાંતોએ ગણતરી કરીને તૈયાર કરી છે. તે લાગુ પાડવા કોઈ નવો કરબોજ નહીં ઝીંકાય

પ્રશ્ર્ન: જાહેરસભાઓમાં આપે અનેક વખત સીબીઆઈ, એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટ, રિઝર્વ બેંક, ચૂંટણી પંચ વગેરેની સ્વાયતતા વિશે સવાલ ઉઠાવ્યા છે. પરંતુ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં બંધારણીય સુરક્ષા કે એજન્સીઓને સ્વાયતતાનો કોઈ ઉલ્લેખ નથી. આ વિશે વલણ સ્પષ્ટ કરશે?
જવાબ: લોકશાહીમાં મજબૂત અને સરકારને જવાબદેહી રાકવામાં આ સરકારી સંસ્થાઓ જ રાષ્ટ્રની તાકાત-શક્તિ છે. ભારતીય સંસ્થાઓના ખાસ સ્થાન છે. રાષ્ટ્રની અનેક સંસ્થાઓને નબળી પાડવા નરેન્દ્ર મોદીએ પ્રયાસો કર્યા છે, વિપરીતપણે કોંગ્રેસ કાયમ સંસ્થાઓને શક્તિશાળી રાખવા માંગે છે. તેના મારફત જ લોકશાહી મજબૂત રહી શકે. શ્રીમાન મોદીએ રીઝર્વ બેંક, આયોજન પંચ, સર્વોચ્ચ અદાલત વગેરેના અપમાન કર્યા છે. દેશના ઈતિહાસમાં પ્રથમ વખત સર્વોચ્ચ અદાલતના જજોએ ન્યાય માટે દેશના લોકો પાસે જવુ પડયુ હતું. આજે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસને ન્યાયતંત્ર પર વધતા દબાણ સામે ખુલ્લેઆમ બોલવુ પડયુ છે. લોકશાહીને જીવંત રાખવા સાથે સંસ્થાઓ મહત્વપૂર્ણ છે.

પ્રશ્ર્ન: કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં મધ્યમવર્ગ વિશે કોઈ ચોખવટ નથી કે કોઈ વચન પર અપાયા નથી?
જવાબ: બાબુશાહીમાંથી છુટકારો અપાવીને નવા ઉદ્યોગ સાહસિકો ઉભા કરવા, રોજગારી સર્જન, સંસદ તથા સરકારી નોકરીઓમાં મહિલાઓને અનામત, જીએસટીને સરળ બનાવવા માટે સુધારા, ન્યુનતમ કરબોજ જેવી કોંગ્રેસની નીતિ અને યોજનાઓ મધ્યમવર્ગના ફાયદામાં જ છે

કૃષિ-ગ્રામ્ય હતાશાને દુર કરવાને પ્રાધાન્ય: 15 ધનવાનોના 3.50 લાખ કરોડ માફ થાય તો કિસાનોના કેમ ન થઈ શકે?

પ્રશ્ર્ન: ગુજરાતના ઉદ્યોગો માટે કોઈ ખાસ સંદેશ? કેન્દ્રમાં કોંગ્રેસનાં શાસનમાં ‘મેઈક ઈન ઈન્ડીયા’નું ભાવી? જાહેર સભાઓમાં આપે વખતોવખત ‘મેઈડ ઈન ગુજરાત’નો ઉલ્લેખ કર્યો છે એટલે ‘મેઈક ઈન ગુજરાત’ પ્રોડકટ માટે ગુજરાત ખાસ નીતિની અપેક્ષા રાખી શકે?
જવાબ: ભાજપ દ્વારા માત્ર નારા આપવા સિવાય કાંઈ કર્યું નથી. કોંગ્રેસ વેપાર ઉદ્યોગનાં લાભમાં નીતિ વિષયક ફેરફારો અને સુધારા કરવામાં માને છે. આ દિશામાં સૌથી મોટુ કદમ હતું. જીએસટીમાં બદલાવનુ હશે. જેથી નાના-મધ્યમ એકમોને એકદમ સરળતા થશે. વર્તમાન પાંચ સ્લેબને બદલે માત્ર એક જ ટેકસની સીસ્ટમ હશે.અગાઉ કહ્યું તેમ ઉત્પાદન ક્ષેત્રનો હિસ્સો વધારીને જીડીપીનાં 25 ટકા પર લઈ જવાશે અને ‘મેઈક ફોર ધ વર્લ્ડ’ નીતિ યોજના અપનાવાશે.

નવા ઉદ્યોગોને તુમારશાહીમથી મુક્ત કરીશું. તેમને પ્રથમ ત્રણ વર્ષ સુધી કોઈ પરવાનગી લેવી નહીં પડે, યુવા ઉદ્યોગપતિઓ માટે બેન્કીંગ સીસ્ટમ ખુલ્લી મુકીશું

પ્રશ્ર્ન: ન્યાય યોજના પર પ્રકાશ પાડશે ? કેવી રીતે લાગુ થશે?
જવાબ: ન્યાય યોજના વિશે ટોચના અર્થશાસ્ત્રીઓ તથા નિષ્ણાંતોને સાથે રાખીને કામ કર્યું છે. દેશના 20 ટકા સૌથી ગરીબ પરિવારોને વાર્ષિક 72000 રૂપિયાની સહાયનું વચન આપતી યોજના નવી કેડી કંડારનારી હશે. આ યોજના ગરીબી પરનો સૌથી મોટો અને નિર્ણાયક પ્રહાર હશે.
તમને યાદ હશે કે થોડા વર્ષો પૂર્વે વડાપ્રધાને મનસેગા પર પ્રવચન આપ્યું હતું અને યુપીએની નિષ્ફળતાનું જીવતું જાગતું સ્તંભ ગણાવ્યું હતું. તકલીફ એ છે કે વડાપ્રધાન અર્થતંત્રનાં પાયાને પણ સમજતા નથી. ગ્રામીણ અર્થતંત્રને ધબકતુ કરનાર મનરેગા જ હતી. યુપીએ શાસન કાળમાં આર્થિક વિકાસ તથા આર્થિક સફળતામાં તેનો મોટો હિસ્સો હતો. સિદ્ધાંત સામાન્ય છે. તમે લોકોના ખીસ્સામાં નાણા નાખો અને તેઓ ખરીદીમાં વાપરશે. એટલે વેંચાણ ઉત્પાદન વધશે. અર્થતંત્રની રફતાર વેગ પકડશે. છેલ્લા પાંચ વર્ષમાં વડાપ્રધાને અર્થતંત્રમાંથી નાણા જ પાછા ખેંચી લીધા. નોટબંધી જેવા નિષ્ફળ કદમ પછી ગબ્બરસિંઘ ટેકસ (જીએસટી) નો યોગ્ય રીતે અમલ ન કર્યો. ન્યાય યોજનાનાં બે વિદેશ પાસા છે. ગરીબોને આવકની ગેરંટી તથા તેના આધારે અર્થતંત્રને રી મોનીટાઈઝ કરવુ આ યોજના માત્ર ગરીબી પર પ્રહાર જ નહીં હોય. પરંતુ અર્થતંત્રને પણ ઉંચાઈએ પહોંચાડશે.

આરોગ્ય પાછળ જીડીપીના 3% અને શિક્ષણ માટે 6% ખર્ચ કરાશે. 1થી12 ધોરણ વધ્યું. શિક્ષણ મફત અને ફરજીયાત કરાશે. દરેક નાગરિકને મફત સારવારનો અધિકાર આપીશું

પ્રશ્ર્ન: કોંગ્રેસ સતા પર આવે તો ન્યાય યોજના દાખલ કરવા કોઈ સમયમર્યાદા ઘડી છે અને ભારતને ગરીબી મુકત કરવાનું ટારગેટ વર્ષ હતું?
જવાબ: જીએસટી જે રીતે ઉતાવળે લાગુ પડાયો તેવી ઉતાવળ નહીં કરાય. સૌ પ્રથમ પાયલોટ પ્રોજેકટ શરૂ કરાશે અને ત્યારબાદ દેશભરમાં લાગુ કરાશે લાભાર્થીઓની પણ સચોટ રીતે ઓળખ કરાશે. સમગ્ર સિસ્ટમની ચકાસણી બાદ તબકકાવાર અમલી બનાવાશે. ઢંઢેરામાં જ સ્પષ્ટ કર્યું છે કે 2030 સુધીમાં ગરીબી નાબુદ કરાશે.
યુપીએ શાસનમાં 14 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢયા હતા આ અધુરૂ કાર્ય હવે પૂર્ણ કર્યું છે.અત્યારે પણ મોદીની નોટબંધી અને જીએસટીથી અનેક ગરીબીમાં ધકેલાયા છે. કોંગ્રેસ ભારતમાંથી ગરીબી નાબુદ કરશે.
ન્યાય યોજનાનાં નામકરણ વિશે તેઓએ કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં નરેન્દ્ર મોદીએ ગરીબો પાસેથી પૈસા છીનવી લીધા પરંતુ પાછા આપ્યા નથી. ખેડૂતો, નાના વેપારીઓ, બેરોજગારો, મહિલાઓ, માતાઓ પાસેથી નાણા છીનવી લીધા છે. આ નાણા તેઓને પાછા અપાવવા છે.

અર્થતંત્રની ખરાબ હાલત કૃષિક્ષેત્રની કટોકટી, બેરોજગારીથી વ્યાપક સમસ્યા અને એથી વધુ ભારતના મૂલ્યો, બિનસાંપ્રદાયિકતા અને બંધારણીય સંસ્થાઓ ખતરામાં છે

પ્રશ્ર્ન: સ્કીમ માટે 3.6 લાખ કરોડ કયાંથી આવશે?
જવાબ: કોંગ્રેસ આર્થિક મોરચે સંયમીત સહકાર વહીવટ આપવા કટીબધ્ધ છે. ન્યાય યોજના માટે અગાઉ અને તેનાથી આર્થિક પ્રશ્ર્નો ઉભા થવાના નથી. વિપરીતપણે વિકાસ વધવાનો છે. કારણ કે લોકોના ખિસ્સામાં નાણા પહોંચતા આર્થિક વિકાસ જોર પકડશે.
કોઈપણ સલાહ સૂચન વિના નોટબંધી જીએસટી જેવા કદમ નહીં ઉઠાવાય. વર્તમાન સરકારની અમુક નિષ્ફળ નાની યોજનાઓ ન્યાય વોજનામાં મર્જ કરી દેવાશે. જોકે તે આવકવેરામાં કોઈ વધારો નહિં કરાય. સ્કીમ સફળતાપુર્વક લાગુ પાડવા સીસ્ટમમાં પર્યાપ્ત નાણા છે.

પ્રશ્ર્ન: વર્તમાન ચૂંટણી કયાં મુખ્ય મુદાઓ પર લડાય છે?
જવાબ: નરેન્દ્ર મોદી ભાજપના રાષ્ટ્રવાદનાં હાઈપ સામે દેશભરનાં લોકોમાં વર્તમાન સરકાર સામે ગુસ્સો ઘુંઘવાટ છે તે માટે અનેક કારણો, જવાબદાર છે. 2014 ની ચૂંટણી જીતવા મોદીએ મોટા વચનો આપ્યા હતા 15 લાખ બેંક ખાતામાં નાણા જમા કરવા. ખેડુતોની આવક ડબલ કરવા સહીતના વચનો પરીપૂર્ણ થયા નથી. સરકારે આંકડાકીય ગોટાળા કરીને ખોટા પ્રચારનાં આધારે પ્રજાને ઉંધા ચશ્મા પહેરાવવાનો પ્રયત્ન કર્યો છે. યુવાનો રોજગાર વિના ટળવળે છે.ખેડુતો આપઘાત કરે છે. ગ્રામીણ અર્થતંત્ર બરબાદ થયુ છે.મહિલાઓ દલીતો તથા આદીવાસીઓ અત્યાચારથી પરેશાન છે. લોકશાહી-બીન સાંપ્રદાયીકતા ખતરામાં છે.

પ્રશ્ર્ન: કૃષિ ક્ષેત્રે નિરાશા સર્વોચ્ચ સ્તરે છે. આ હતાશા દુર કરવા કેવા પ્રકારનાં પગલા લેવાશે?
જવાબ: હું માનું છું કે કૃષિક્ષેત્ર વ્યુહાત્મક સંપતી છે. અને દેશની મોટી તાકાત છે. પરંતુ ભાજપે આ વાત સ્વીકારી નથી. ભાજપ સરકારે ખેડૂતોને દૈનિક માત્ર રૂા.3.50 ની જાહેરાત કરી તે જ તેની સાબીતી છે.15 ધનવાનોના 3.50 લાખ કરોડ રૂપિયાની માફીમાં ભાજપને વાંધો નથી તો ખેડુતો માટે આવુ ન થઈ શકે? કૃષિ ધીરાણ માફી ભારતીય ખેડુતોના પ્રશ્ર્નોનો કાયમી ઉકેલ નથી. લોન માફીથી ખેડુતોના પ્રશ્ર્નોનો કાયમી ઉકેલ નથી લોન માફીથી ખેડુતોમાં વિશ્ર્વાસ ઉભો થશે. કાયમી ઉકેલ માટે ખેડુતોને અત્યાધુનિક ટેકનોલોજી તથા વિશ્ર્વ માર્કેટ સાથે જોડવા પડે.
કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા વખતે અનેક કિસાનોએ માળખાગત સુવિધા સુચવી હતી.

પ્રશ્ર્ન: ચૂંટણીમાં મહત્વનો મુદ્દો રોજગારીનો હોવાનું વખતોવખત તમે કહ્યુ જ હતું પરંતુ સરકારનો દાવો અલગ છે. વાસ્તવિકતા શું છે?
જવાબ: દેશભરનાં લાખો યુવાનો સાથે વાતચીત પરથી તેઓની સમસ્યા સ્પષ્ટ થઈ જ ગઈ હતી. એનડીએ સરકારે વર્ષે બે કરોડ રોજગારીનું વચન આપ્યું હતું. તેના બદલે બેકારીદર 45 વર્ષની ઉંચાઈએ પહોંચ્યો છે. દેશમાં રોજ માંડ 450 નવી રોજગારી ઉભી થાય છે. લાખો બેકારો નોકરી માટે ભટકે છે પણ નોકરી મળતી નથી. વડાપ્રધાન જુદી દુનિયામાં છે. તેઓ આ સમસ્યા સ્વીકારતા નથી. ત્યારે ઉકેલ કયાંથી આવે? કોંગ્રેસ રોજગારીને પ્રાધાન્ય આપશે. 22 લાખ ખાલી જગ્યાઓ ભરશે ઉપરાંત ગ્રામીણ સ્તરે 10 લાખ નોકરી ઉભી કરશે.

પ્રશ્ર્ન: તમને લાગે છે કે રાફેલ ચૂંટણી મુદ્દો બનશે
જવાબ: રાફેલ સોદો તેમણે જે રીતે કર્યો એથી વડાપ્રધાને રાહુલની સુરક્ષા જોખમમાં મુકી તેમનાં મિત્ર અનિલ અંબાણીને રૂા.30,000 કરોડની ચોરી કરવામાં મદદ કરીને લેખીત દસ્તાવેજો પુરવાર કરે છે કે વડાપ્રધાન સમાંતર વાટાઘાટો ચલાવતા હતા. ધ હિન્દુ અખબારના આ દસ્તાવેજો છાશવારે ફ્રાંસના પુર્વ પ્રમુખે પણ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ વકીલ અંબાણીને કોન્ટ્રાકટમાં ઘુસાડાયા હતા. નેગોશીયેટીંગ કમીટીની ડીસેન્ટીંગ નોટીસ પણ સાર્વજનીક કરાઈ છે અને એ દર્શાવે છે કે વાટાઘાટ કરનારી ટીમને અલગ મંતવ્ય છતાં સોદા સાથે સંમત થવાની ફરજ પડી છે. આથી વધુ કયા પુરાવા જોઈએ. વિશ્ર્વમાં બીજે કયાંય વડાપ્રધાને રાજીનામું આપવુ પડયુ હોય અને સંપૂર્ણ તપાસ થઈ હોત. પરંતુ એના બદલે ભારતમાં વડાપ્રધાનને બચાવવા સંપૂર્ણપણે છાવરવાનું શરૂ થયું અને એમાં મીડીયાનો એક મોટો વર્ગ પણ સામેલ છે.
વડાપ્રધાને વાટાઘટો કરેલા નવા રાફેલ સોદામાં જેટનો ઓર્ડર 126 થી ઘટાડી 36 નો કરાયો અને તે પણ નવા ઉંચા ભાવે તેમના નવા સોલથી જેટની ડીલીવરીમાં પણ મોડુ થયું. કેગના રિપોર્ટ મુજબ એ માટે 10 વર્ષનો સમય પણ લાગી શકે છે. આ વિલંબ રાષ્ટ્રીય સુરક્ષાને તેમજ બહાદુર જવાનોનાં જીવને પણ અસર કરી શકે છે.
તેમણે જુના વિમાનો ઉડાવી તેમનો જાન જોખમમાં મુકવો પડશે. રાષ્ટ્ર કરતાં પોતાના વ્યકિતગત કાયદાને અગ્રતા આપનારાને સજા થાય તે માટે અને ચોકકસ સોદાની તપાસ કરીશુ. રાફેલ વિમાનને લાગે વળગે છે ત્યાં સુધી હું માનું છું કે એ સારૂ વિમાન છ તમારે ઘનિષ્ઠ પરિક્ષણ પછી વાયુદળે તેની પસંદગી કરી છે.

પ્રશ્ર્ન: નોટબંધી અને જીએસટીએ અર્થતંત્રને બેવડો પ્રહાર કર્યો હતો. નવા સાહસોને પ્રોત્સાહન આપવા તમારી યોજના શી છે?
જવાબ: અમે જણાવ્યું છે કે અમે રાક્ષસી અને અધિકારી એન્જલ ટેકસને દૂર કરીશું. મેં આ ખાતરી આપી છે કે અને એનો અમલ કરવામાં આવશે.
અમે દેશના કેટલાય શહેરોમાં નવા ઉદ્યોગસાહસિકો સાથે વાત કરી ત્યારે અમે તમેને તેમની મોટી સમસ્યા જાણવા કહ્યું હતું. તેમણે અમને જણાવ્યું હતું કે નોંધણી અને નવા બીઝનેસીસની પરવાનગી મેળવવામાં તેમને તુમારશાહી અને ભ્રષ્ટાચારનો સામનો કરવો પડે છે.
તેથી અમે તેમને જણાવ્યું હતું કે અમે તમારામાં વિશ્ર્વાસ રાખીએ છીએ અને નવોધંધો શરુ કર્યાના પ્રથમ ત્રણ વર્ષ સુધી અમે તમને તુમારશાહીમાંથી મુકત કરીશું. તમારે કોઈપણ બાબતની મંજુરી લેવી નહીં પડે. કોઈ વાતની ચિંતા ન કરો. તમારે કોઈ પરવાનગી લેવી જરૂરી નથી. તમે ધંધો શરુ કરે અને કામે લાગી જાવ. આ એક ખરેખરો મજબૂત વિચાર છે. આ વિચાર પણ અમને ઉદ્યોગસાહસિકો તરફથી મળ્યો છે. બીજુ, યુવા સાહસિકે માટે બેન્કીંગ સીસ્ટમ ખોલવામાં આવશે. માત્ર નિરવ મોદીને હજારો કરોડ કેમ મળે. અમે તેમને એકસેસ આપીશું. તેણે ભારતમાં કેટલી નોકરીઓ પેદાકરી? બીઝનેસ શરુ કરવા માંગતા, ભારતને 2000 નોકરી આપવા માંગતા યુવાનને બેંક લોન શા માટે ન મળે?

પ્રશ્ર્ન: ભારતના આરોગ્ય અને શિક્ષણ ઈન્ફ્રાસ્ટ્રકચર માટે તમે શું કરવા માંગો છો?
જવાબ: અમે માનીએ છીએ કે દરેક ભારતીય તે પછી ગમે ત્યાં રહેતો હોય, તેની જ્ઞાતિ, ધર્મ અને સામાજીક, આર્થિક વર્ગ લક્ષમાં લીધા વિના સારું શિક્ષણ અને સારી આરોગ્ય સુવિધા મળવી જોઈએ. આ માન્યતા અમારા ઢંઢેરામાં પ્રતિબંધીત થાય છે અમે આરોગ્ય પાછળ જીડીપીના 3% અને શિક્ષણ માટે 6% કરવા દરખાસ્ત કરી છે. મને ખબર નથી તમે આ જાણો છો કે નહીં. હાલની સરકારે આ બન્ને સેકટર પરનો ખર્ચ ઘટાડયો છે. સરકારી શાળાઓમાં ધોરણ 1થી12નું શિક્ષણ મફત મળે અને ફરજીયાત બને તે અમે જોઈશું. તેવી જ રીતે, આરોગ્ય માટે અમે દરેક નાગરિકને નિશુલ્ક હેલ્થકેર લેવાનો અધિકાર આપીશું. આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રોના ખાનગીકરણ પર ધ્યાન આપી રહેલી ભાજપ સરકારની વિપરીત, અમે માનીએ છીએ કે સરકારે પહેલ કરવી જોઈએ અને શાળાઓ, કોલેજો અને હોસ્પિટલોની વાત આવે ત્યારે ઉંચા ધોરણ પ્રસ્થાવિત કરવા જોઈએ, અને ખાનગી સેકટર એની બરાબરી કરી શકે.

પ્રશ્ર્ન: આઝાદી પછી ભારતની આ મહત્વનો ચૂંટણી સંગ્રામ છે?
જવાબ: આ ચૂંટણી સતા માટેની લડાઈ નથી, પણ ભારતના આડમાં માટેની લડાઈને અર્થતંત્રની દયાજનક હાલત ઉપરાંત કૃષિક્ષેત્રની કટોકટી અને વ્યાપક બેરોજગારીનો આપણે સામનો કરી રહ્યા છે. આપણા સૌથી મહત્વના મૂલ્યો, બિનસાંપ્રદાયિકતા, વૈવિધ્યતા અને બહુલતા ખતરામાં છે, સુપ્રીમ કોર્ટ, આરબીઆઈ અને સીબીઆઈ જેવી બંધારણીય સંસ્થાઓ પર પદ્ધતિસર હુમલા થઈ રહ્યા છે. જે અધિકારીઓ આરએસએફની લાઈનને નથી અનુસરતા અથવા પ્રમારીક છે. તેમને સીબીઆઈના વડા જેમ વહેલી સવારે 1 વાગ્યે બરતરફ કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે ફરી પદ પર મુકયા છતાં તેમને વડાપ્રધાને ફરી દૂર કર્યા. આપણે પહેલી જ વાર ચાર જજો દ્વારા નાટકીય પત્રકાર પરિષદ યોજતા અને કોર્ટનીકાર્યવાહી અને ચૂકાદામાં ગરબડ કેમ કરવામાં આવે છેતે તરફ લોકોનું ધ્યાન ખેંચતા જોઈ. ડેટા એકત્ર કરી સરકારની જુદી જુદી સ્કીમોની કામગીરી માપતી પ્રતિષ્ઠિત સંસ્થાઓને પણ દબાવવામાં આવી તોડી પાડવામાં આવી રહી છે. આપણા બાળકો જે પાઠયપુસ્તકો વાંચે છે તેના લખાણ પર ભારત પર આરએસએસનો દ્દષ્ટિકોણ લાદવા ફરી ધપવામાં આવે છે.
આરએસએસ- ભાજપના ભયજનક માર્ગના આ કેટલાય ઉદાહરણ છે, જો તે ફરી સતા પર આવશે તો અંધાધુંધીમાં પરિણમશે.

પ્રશ્ર્ન: તમે વાયનાડથી પણ ચૂંટણી લડવાનો નિર્ણય કેમ કર્યો?
જવાબ: ભાજપ અને આરએસએસનો ઈરાદો ભારતના ભાગલા પાડવાનો છે. તેની મે કેરળથી દક્ષિણની ચૂંટણી લડવા નિર્ણય કર્યો, જેથી આપણો દેશ એક અને અખંડ છે તેનો સંદેશ આપી શકાય. દક્ષિણ ભારતમાં રહેતા લોકોને લાગે છે કે મોદીના નેતૃત્વવાળી સરકાર અને ભાજપ-આરએસએસ તેમની સંસ્કૃતિ અને ભાષાઓ પર ધા કરી રહ્યા છે. હું તેમને જણાવવા માંગુ છું કે અમે તમારી ચિંતાઓ સમજીએ છીએ અને તેમને પણ સાંભળી આદર આપવામાં આવે તેનું તેમને આવા દુશ્મનાવટભર્યા માહોલમાં લાગે એ માયે અમે કરી શકીએ તેટલું તમામ કરીશું. મે ઉમેદવારીપત્ર ભર્યું તે દિવસે મેં કહ્યું હતું તેમ મારી લડાઈ ડાબેરીઓ સામે નથી, પણ માત્ર વહાપ્રધાન નરંન્દ્ર મોદી અને તેમના પક્ષ સામે છે. પ્રચાર દરમિયાન મારો વિષે આપવા પક્ષ વિષે સીપીએમ જે કંઈ કરે, હું પ્રચાર દરમિયાન તેમની સામે કંઈ નહીં બોલુંં.

પ્રશ્ર્ન: ભારતની મહિલાઓ માટે તેમને વધુ સશક્ત કરવા કોંગ્રેસની યોજના શું છે?
જવાબ: ચૂંટાયા પછી અમે જે પગલા લઈશું તેમાં સંસદમાં મહિલાઓને અનામત આપતો ખરડો પ્રથમ હશે અને મહિલાઓ માટે કેન્દ્ર સરકારની નોકરીઓમાં 33% અનામત આપીશું. નાના અને મધ્યમ ઉદ્યોગોમાં રોજગારીનું સર્જન કરાશે, એ એમાં આપણે મહિલાઓને સશક્ત કરવાની જરૂર છે. મહિલા ઉદ્યોગસાહસિકતા ખીલવીને આવું થઈશકે. ભારતની મહિલાઓ સાથે જે વ્યવહાર ખાસ કરીને તેમની સામેના અપરાધો અને હિંસા આચરવામાં આવે છે તે વખોડવાપાત્ર છે.
આ વર્તણુંક બાબતે આપણે દ્રઢ અભિગમ અપનાવવો પડશે, વધુ મહત્વની વાતએ છે કે મહિલાઓને લાગવું જોઈએ કે તે રાષ્ટ્ર નિર્માણમાં સરખ ભાગીદાર છે, તેમને થવું જોઈએ કે પુરુષો જેટલી જ તક મહિલાઓને મળવી જોઈએ તેવું નેતાગીરી માને છે. વિશ્ર્વાસ ઉભો કરવા અને હાથ ઝાલવાની આ કવાયત છે, જેમાં અમે કહેશું કે આપણે આપણું કામ પુરું કરવાનું છે અને એમાં એમનો હિસ્સો મોટો છે.


Advertisement