ગુજરાતની એકપણ બેઠક જશેતો લોકો મને ટોણાં મારશે: મોદી

22 April 2019 03:19 PM
Gujarat
  • ગુજરાતની એકપણ બેઠક જશેતો લોકો મને ટોણાં મારશે: મોદી

Advertisement

પાટણ તા.22
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે દેશે તેમને ફરી સતા સોંપવા મન બનાવી લીધું છે, પણ 2014ના 26માંથી 26 સીટો પર વિજયનું ગુજરાત પુનરાવર્તન નહીં કરે તો મજા મારી જશે. જીયાટના આકરી દિવસે રેલીને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં એકપણ સીટની નુકશાની મીડીયાના ટોણાનું કારણ બનશે. વડાપ્રધાને ગુજરાતના લોકોને વધુ એક વખત 26 બેઠકો આપવા અપીલ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે ભાજપ આગામી કેન્દ્ર સરકાર બનાવી રહી છે તેમાં કોઈ બેમત નથી પણ ભાજપ ગુજરાતમાં એકપણ બેઠક ગુમાવશે તો મીડીયા રાષ્ટ્રકક્ષાએ ભાજપના વિજયની નહીં પણ ગુજરાતમાં શું ખોટું થયું એનો પ્રશ્ર્ન ઉઠાવશે. તેમણે લોકોને અપીલ કરી હતી કે આવું બનવા ન દેતા.
મોદીએ કોંગ્રેસ સામે 1985 થી લશ્કરને નવી તોપો નહીં આપવાનો આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે તેનાથી સરકારે ત્રણ સ્થળોએ દારુગોળાના ઉત્પાદન માટે ત્રણ ઠેકાણે વ્યવસ્થા કરી છે. આપણી પાસે હવે એવી તોપ છેજે મડાબેટથી પાકિસ્તાન પર ગોળા દાગી શકે. તેમણે જણાવ્યું હતું કે ડીસા ખાતે વાયુદળનું મથક ઉભું કરવામાં આવ્યું છે.
કોંગ્રેસની ઝાટકણી કાઢતા તેમણે જણાવ્યું હતુંકે 1985 થી તેણે ગુજરાતને સુરક્ષિત ન કર્યું. ગુજરાતને વાયુદળ, લશ્કર અને નેવીમથકોની જરૂર ચે. ડીસામાં મોટુ એરફોર્સ સ્ટેશન બની રહ્યું છે. ઉતરપ્રદેશના અમેઠીમાં શરુ થયેલી ફેકટરી એકે-47 એસોલ્ટ રાઈફલ બનાવશે.
વડાપ્રધાને તેમના પ્રવચનમાં ભાજપના પુર્વ પ્રધાન અને જયનારાયણ વ્યાસનો બે વાર ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાને જણાવ્યું હતું કે વ્યાસ તેમના અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક હતા.


Advertisement