ના હોય? ;ભારતીય પ્રવાસીઓએ 2018માં 94 અબજ ડોલરનો ખર્ચ કર્યો

18 April 2019 03:46 PM
India Travel
  • ના હોય? ;ભારતીય પ્રવાસીઓએ 2018માં 94 અબજ ડોલરનો ખર્ચ કર્યો

ભારતનો પ્રવાસન ઉદ્યોગ કૂદકેભૂસકે વધી રહ્યો છે. 2021 સુધી દેશવિદેશ પ્રવાસ કરતા પ્રવાસીઓની સંખ્યા વાર્ષિક 13%ના દરે વધતી જાય છે. 2021માં ભારતીયો 136 અબજ ડોલરનો ખર્ચ કરશે તેવી ધારણા છે.

Advertisement

મુંબઈ તા.18
ભારતીય પ્રવાસીઓએ 2018માં બે અબજ ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ ટ્રીપમાં 94 અબજ ડોલરનો ખર્ચ કર્યો હતો. આ ગતિ ચાલુ રહેવાની ધારણા છે અને ઈન્ડસ્ટ્રી 13%ના વાર્ષિક વૃદ્ધિ દર સાથે 2021 પછી 136 અબજ ડોલર થશે.બૈન એન્ડ કંપની અને ગુગલ ઈન્ડીયા દ્વારા જારી રિપોર્ટમાં જણાવાયું છે કે 136 અબજ ડોલરના પ્રવાસ ખર્ચમાં શોપીંગ, મનોરંજન અને ફુડ પાછળ 65 અબજ ડોલર ખર્ચાયા હતા.
બાકીના ટ્રાન્સપોર્ટ (50 અબજ ડોલર) અને લોજીંગ (21 અબજ ડોલર) પાછળ ખર્ચાયા હતા.
સ્માર્ટફોનની સંખ્યા વધતી જાય અને ડીજીટલ પેમેન્ટનો ઉપયોગ વધે એ સાથે ભારતીય પ્રવાસીઓ આગામી ત્રણ વર્ષમાં વધારાના 24 અબજ ડોલર ઓનલાઈન ટ્રાવેલ બુકીંગ પાછળ મળશે. ‘હાઉ ડઝ ઈન્ડીયા ટ્રાવેલ’ રિપોર્ટમાં 2018નો 25%નો વૃદ્ધિદર 2021માં 35% તવા અંદાજ રાખવામાં આવ્યો છે.
બૈન એન્ડ કંપનીના પાર્ટનર જોયદીપ ભટ્ટાચાર્યના જણાવ્યા મુજબ ભારતમાં ટ્રાવેલ અને ટુરીઝમ માટેનો ખર્ચ 2013માં જીડીપીના 6.7% હતો તે 2018માં વધી 9.4 થતાં વિકસીત બજારના સ્તર સુધી પહોંચીગયો છે. ઝડપથી વધી રહેલા ઈન્ટરનેટ યુઝર બેસ સાથે આ વૃદ્ધિદર અને ઓનલાઈન બુકીંગના સ્વીકાર સાથે ઓનલાઈન ચેનલ દ્વારા આવક ઉતરોતર વધી 24 બિલિયન ડોલર થશે.
રિપોર્ટમાં પ્રવાસીઓની ઓનલાઈન રિસર્ચ બિહેવીયરના આધારે જુદી જુદી શ્રેણીઓમાં પ્રવાસીઓને વહેંચવામાં આવ્યા હતા. આ અભ્યાસમાં જણાયું હતું કે અવારનવાર પ્રવાસ કરતા 70% પ્રવાસીઓ ઓનલાઈન ટિકીટ બુક કરાવે છે, અને બધા મળી તેમણે 2018માં 17 અબજ ડોલર વાપર્યા હતા.
એથી વિપરીત 86% બજેટ બિઝનેસ પ્રવાસીઓએ ઓનલાઈન રિસર્ચ કર્યું હોવા છતાં માત્ર 60% એ ઓનલાઈન બુકીંગ કરાવી 20 અબજ ડોલરનો ખર્ચ કર્યો હતો. બજેટ બીઝનેસ પ્રવાસી રિસર્ચ કર્યા પછી પ્રવસ ખર્ચની ગણતરીનાં આધારે નિર્ણય કરે છે. એ ઉપરાંત તેમના પર્સનલ બીઝનેસ નેટવર્ક સાથે ચર્ચા વિચારણા કરી નિર્ણય લે છે.
અનુભવલક્ષી પ્રવાસીઓએ તેમનું 70% બુકીંગ ઓનલાઈન કરાવ્યું હતું અને 2018માં કુલ 22 અબજ ડોલરનો ખર્ચ કર્યો હતો. એ સામે 90% બજેટ ગ્રુપ પ્રવાસીઓએ ઓનલાઈન રિસર્ચ કર્યું હતું અને 55% એ ઓનલાઈન બુકીંગ કરાવી 2018માં 29 અબજ ડોલરનો ખર્ચ કર્યો હતો. મિત્રો અને સગાવહાલાને પ્રસંગોપાત મળવા પ્રવાસે જતા 92% લોકોએ ઓનલાઈન રિસર્ચ કર્યું હતું, પણ માત્ર 60% ઓનલાઈન બુક કરાવી 7 અબજ ડોલર ખર્ચ્યા હતા.


Advertisement