રાજકોટની RTEની 5900 બેઠકો માટે બપોર સુધીમાં 10,500થી વધુ પ્રવેશ ફોર્મ સબમીટ

15 April 2019 06:54 PM
Rajkot

અંતીમ દિવસે બાળકોના પ્રવેશ ફોર્મ ભરવામાં વાલીઓનો ધસારો

Advertisement

રાજકોટ તા.15
રાઈટ ટૂ એજયુકેશન (આરટીઈ) યોજના અંતર્ગત ગરીબ બાળકોને સ્વનિર્ભર શાળાઓમાં પ્રવેશ આપવા અંગે હાથ ધરાયેલી કાર્યવાહીમાં આજે પ્રવેશ ફોર્મ ભરવાના અંતિમ દિને બપોર સુધીમાં રાજકોટની આરટીઈની 6900 બેઠકો સામે 10500 ઉપરાંત પ્રવેશ ફોર્મ બાળકોના વાલીઓ દ્વારા ઓનલાઈન સબમીટ કરવામાં આવેલ છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે આરટીઈ બેઠકો પર પ્રવેશ લેવા માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવા માટે આ વખતે ગત વર્ષની સરખામણીમાં વધુ વાલીઓએ રસ દાખવેલ છે.
જેમાં પ્રવેશ ફોર્મ સબમીટ કરાવવાના આજે અંતીમ દિવસે બપોર સુધીમાં 10500 કરતા પણ વધુ બાળકોના પ્રવેશ ફોર્મ ઓનલાઈન સબમીટ થઈ ચૂકયા છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે આરટીઈનું ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભર્યા બાદ પ્રવેશ ફોર્મ સાથે જરૂરી ડોકયુમેન્ટ સબમીટ કરવામાં વાલીઓને મુશ્કેલી ન પડે તે માટે રાજકોટ જીલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી ઉપાધ્યાય દ્વારા આ વખતે શહેરમાં વિવિધ 20 જેટલા સ્થળો પર રીસીવીંગ સેન્ટરો ધમધમતા કરાયા હતા.


Advertisement