વર્લ્ડકપની ઓસ્ટ્રેલિયા ટીમમાં સ્મીથ વોર્નરની વાપસી: હેન્ડસકોમ્બ, હેઝલવુડ પડતા મુકાયા

15 April 2019 06:52 PM
Sports
  • વર્લ્ડકપની ઓસ્ટ્રેલિયા ટીમમાં સ્મીથ વોર્નરની વાપસી: હેન્ડસકોમ્બ, હેઝલવુડ પડતા મુકાયા

હેન્ડસકોમ્બની બાદબાકીથી આશ્ર્ચર્ય

Advertisement

સીડની તા.15
ઓસ્ટ્રેલિયાની 15 સભ્યોની ટીમમાં સમાવેશ કરાતા સ્ટીવન સ્મીથ અને ડેવીડ વોર્નર વર્લ્ડકપ ખાતે આંતરરાષ્ટ્રીય પુનરાગમન કરશે. જો કે ટીમમાંથી પીટર હેન્ડલકોમ્બને આશ્ર્ચર્યજનક રીતે પડતો મુકવામાં આવ્યો છે. જેશ હેઝલવુડનેપણ ટીમમાંથી બાકાત રાખવામાં આવ્યો છે.
અફઘાનીસ્તાન સામેની પ્રથમ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ પછી વોર્નર અને સ્મિથ ઓસ્ટ્રેલિયા બ્રિસ્ટલ ખાતે અફઘાનીસ્તાન સામે 1 જૂને રમાનારી પ્રરંભીમ મેચમાં ભાગ લઈ શકશે. ઓસ્ટ્રેલિયાની આ જોડી વર્લ્ડકપ માટેની તૈયારીમાં આઈપીએલનો ઉપયોગ કરી રહી છે.
ઓસ્ટ્રેલિયા વતી છેલ્લી 13 વનડે રમી ન હોવા છતાં મિશેલ સ્ટાર્કને પાંચ ઝડપી બોલરોનો જુથમાં સામેલ કરાયો છે. જાન્યુઆરીમાં પીઠની ઈજા પછી સાઈડલાઈન થયેલા હેઝલવુડ માટે ટીમમાં જગ્યા કરાઈ નથી.
ઓસ્ટ્રેલીયાની ટીમ આ મુજબ છે. એરોન ફીન્ચ (કેપ્ટન), ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મીથ, ઉસ્માન ખ્વાજા, શોન માર્શ, ગ્લેન મેકસવેલ, મારકલ સ્ટોઈન્સ, એલેકસ કારે (વિકેટકીપર) પેટ કમીન્સ, મીશેલ સ્ટાર્ક, જેસોન બેહરેનડોર્ફ, નાથન લીયોન.


Advertisement