ચૂંટણી પંચના પુર્વ એમ્બેસેડર રાહુલ દ્રવિડ વોટ નહીં આપી શકે

15 April 2019 06:48 PM
India
Advertisement

નવી દિલ્હી તા.15
વર્ષ 2018માં વિધાનસભા ચૂંટણીમાં ચૂંટણી પંચના એમ્બેસેડર બનેલા ક્રિકેટ રાહુલ દ્રવિડ આ વખતે પોતાનો મત નહીં આપી શકે. કારણ કે મતદાર યાદીમાંથી તેનું નામ હટાવી દેવાયું છે અને બીજી જગ્યાએ યાદીમાં તેનું નામ ઉમેરાયું નથી.
આ અંગેની વિગત એવી છે કે કર્ણાટક લોકસભા ચૂંટણીમાં 18 એપ્રિલે મતદાન કરવામાં આવશે. જાણકારી મુજબ ક્રિકેટર રાહુલ દ્રવિડનું નામ શાંતિનગર વિધાનસભા સીટ પરથી હટાવી દેવાયું છે પણ બીજી જગ્યાએ તેનું નામ હજુ સુધી ઉમેરવામાં નથી આવ્યું. હવે સમય સીમા પણ પસાર થઈ ગઈ છે. દ્રવિડના ભાઈએ લિસ્ટમાંથી નામ હટાવી તો દીધુંહતું પણ બીજી જગ્યાએ તેનું નામ નહોતું ઉમેરાવ્યું.


Advertisement