બિલ્ડરપુત્ર કીશોર સખીયાનો હજુ પતો નથી: રેલ્વે ટીટીના નિવેદન લેતી પોલીસ

15 April 2019 06:47 PM
Rajkot
  • બિલ્ડરપુત્ર કીશોર સખીયાનો હજુ પતો નથી: રેલ્વે ટીટીના નિવેદન લેતી પોલીસ

Advertisement

રાજકોટ તા.15
રાજકોટના ટોચના બિલ્ડર બાબુભાઈ સખીયાના યુવાન પુત્ર કિશોરના ભેદી સંજોગોમાં લાપતા બનવાના પ્રકરરમાં હજુ કોઈ સગડ મળ્યા નથી. તપાસનીશ રેલ્વે પોલીસ દ્વારા રેલ્વે ટીટી વગેરેના નિવેદન લેવાની પ્રક્રિયા હાત ધરવામાં આવી છે.
રેલવે પોલીસના સૂત્રોએ કહ્યું કે બિલ્ડર કીશોર સખીયા લાપતા બન્યા તે દિવસે મુંબઈથી રાજકોટ-પોરબંદર સુધી ફરજ પર રહેલા તમામ ટીટીના નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. એક ટીટીનું નિવેદન લેવાય ગયું છે. તેઓએ સંબંધીત યુવક વિશે કોઈ જાણકારી હોવાનોઈન્કાર કર્યો છે. તેમની પાસે વેઈટીંગની ટિકીટ હતી કે ક્ધફર્મ તે વિશે પણ કોઈ માહિતી મળી ન હતી. હવે બીજા ટીટીનું નિવેદન લેવાની પ્રક્રિયા ચાલુ છે. કીશોર સખીયાને નિહાળ્યા છે કે કેમ સહીતના મુદાઓ પર નિવેદન લેવામાં આવ્યા છે.
આ સિવાય આજે હાવરાની આવેલી ટ્રેનના ટીટીથી માંડીને મીકેનીકલ સ્ટાફ તથા સફાઈ કામદાર વગેરેના નિવેદન લેવાની પ્રક્રિયા કરવામાં આવી છે. કીશોર સખીયાના વર્ણનના આધારે પૂછતાછ કરીને તેની શોધખોળ માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત 10મીએ મુંબઈથી સૌરાષ્ટ્ર મેલમાં નિકળેલા બિલ્ડરપુત્ર કીશોર સખીયા રાજકોટ પહોંચ્યા હતા અને કોઈ જાતનો સંપર્ક પણ થતો ન હતો ત્યારે પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. અમુક મોટા પ્રોજેકટોને કારણે નાણાંભીડમાં હોવાની ચર્ચા હતી. કીશોર સખીયા મુંબઈ લોનના કામસર ગયા હતા એવું ખુદ પરિવારે પણ ફરિયાદ અરજીમાં કબુલ્યું હતું.


Advertisement