ગાંધીનગર મહાપાલિકામાં ધમાલ : મેયર, ડે.મેયરે પદગ્રહણ કરતા મામલો ગરમાયો : પોલીસ-વિપક્ષ વચ્ચે ડખ્ખો

15 April 2019 06:43 PM
Rajkot
  • ગાંધીનગર મહાપાલિકામાં ધમાલ : મેયર, ડે.મેયરે
પદગ્રહણ કરતા મામલો ગરમાયો : પોલીસ-વિપક્ષ વચ્ચે ડખ્ખો

સામાન્ય સભા બોલાવ્યા વગર પદ ગ્રહણ કરવાના મુદ્દે ધમાસાણ : આક્ષેપો વચ્ચે ભાજપના પદાધિકારીઓને સતા

Advertisement

ગાંધીનગર તા.1પ
ગાંધીનગર મહાનગર પાલિકા ના મેયર પદે રીટાબેન.કે.પટેલ અને ડે. મેયર પદે નાઝાભાઈ ઘાંઘર એ વિપક્ષ કોંગ્રેસના ભારે વિરોધ વચ્ચે પદ ગ્રહણ કર્યા હતા. તો બીજી તરફ ગાંધીનગર મનપા કોંગ્રેસના તમામ કોર્પોરેટરો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ને રજૂઆત કરવા પહોંચ્યા હતા.
આજે ગાંધીનગર મહાનગર પાલિકા ના મેયર અને ડે. મેયર પદ નો પદ ભાર સાંભળવા ના મામલે બન્ને રાજકીય પક્ષ વચ્ચે ભારે હોબાળો મચ્યો હતો. તો બીજી તરફ ભાજપના મેયર રીટા બેન પટેલ અને ડે. મેયર નાઝાભાઈ ઘાંઘરે કોંગ્રેસના વિરોધ વચ્ચે પદ ગ્રહણ કર્યા હતા. આ ઘટના વચ્ચે ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ મામલે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહતો.
અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ મેયર પ્રવીણ પટેલે કોંગ્રેસ માંથી ભાજપમાં પક્ષ પલટો કર્યો હતો ત્યારે આ મામલે કોર્ટ માં ચાલેલી કાર્યવાહી પૂર્ણ થઈ જતા ભાજપના હોદ્દેદારો એ સામન્ય સભા બોલાવ્યા વિના જ પદ ગ્રહણ કર્યા હતા જેનો કોંગ્રેસના કોર્પોરેટરો એ વિરોધ વ્યક્ત કર્યો હતો. અને આક્ષેપ કર્યો હતો કે મ્યુનિસિપલ કમિશનર
શ્રીમતી રતન કુંવર ગઢવી દ્વારા કોર્ટ ના ચુકાદા બાદ ચુંટણી ના પરિણામ ની જાહેરાત સામાન્ય સભા માં કરવી જોઈએ પછી જ નવા મેયર ચાર્જ લઈ શકે તેવો આક્ષેપ કોંગ્રેસ ના હોદ્દેદારો એ કર્યો હતો. આ દરમ્યાન મ્યુનિસિપલ કમિશ્નરની ઓફિસ બહાર પોલીસ અને વિપક્ષી કોંગ્રેસના નેતાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. અને વાતાવરણ તંગ બન્યું હતું.
તો બીજી તરફ વિપક્ષ ની ઉગ્ર દલીલો વચ્ચે ગાંધીનગર મહાનગર પાલિકા ના મેયર રીટા બેન પેટલ અને ડેપ્યુટી મેયર નાજા ભાઈ ગાંગરે પદભાર સંભાળ્યો હતો. આ અંગે ભાજપના કેટલાક હોદ્દેદારો અને ડે. મેયર નાઝાભાઈ એ પ્રતિક્રિયા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અમે તમામ ઉચ્ચ અધિકારીઓ પાસે થી પરવાનગી મેળવી ને અમારો ચાર્જ લીધો છે.


Advertisement