ટાંચમાં રહેલી 20 ટકા મિલ્કતોની 30 જુન સુધીમાં હરરાજી: ઈન્કમટેકસનો ‘એકશન પ્લાન’

15 April 2019 06:36 PM
Rajkot
  • ટાંચમાં રહેલી 20 ટકા મિલ્કતોની 30 જુન સુધીમાં હરરાજી: ઈન્કમટેકસનો ‘એકશન પ્લાન’

ગત નાણાંવર્ષમાં વસુલાત ટારગેટ સિદ્ધ થતા આ વર્ષે શરૂઆત જ આક્રમક કરવાની રણનીતિ : ચૂંટણી આચારસંહિતાને કારણે વચગાળાનો ત્રિમાસિક એકશન પ્લાન તૈયાર કરતુ સીબીડીટી: નોટબંધીના કેસો, 5 લાખથી વધુના રોકડ પેમેન્ટ, રીયલ એસ્ટેટના કેપીટલ ગેઈન ટેકસના કેસોનો નિકાલ કરવાના આદેશ

Advertisement

રાજકોટ તા.15
નાણાં વર્ષ 2018-19નો વસુલાત ટારગેટ સિદ્ધ ન કરી શકનાર આવકવેરા ખાતાએ હવે ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે જ એકશન પ્લાન ઘડી કાઢયો છે. બે-અઢી વર્ષ જુના નોયબંધી વખતના કેસો પરની કાર્યવાહી 30મી જુન સુધીમાં પૂર્ણ કરી લેવા સહીતના લક્ષ્યાંકે નકકી કરી લેવામાં આવ્યા છે.
કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડ દ્વારા વચગાળાના ત્રિમાસિક એકશન પ્લાનમાં નોયબંધી વખતના તમામ કેસો 30મી સુધીમાં પૂર્ણ કરી લેવા દેશભરના આવકવેરા કમિશ્ર્નરોને સૂચના આપવામાં આવી છે. કરદાતાને નોયબંધીના જે કેસોમાં સાણસામાં લેવાના થતા હોય તે તમામ પરની કાર્યવાહ9 આટોપવા સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
નવેમ્બર-ડીસેમ્બર 2016ની નોટબંધી પછી આવકવેરા વિભાગ દ્વારા મોટી રકમ બેંકોમાં જમા કરાવનારા લાખો લોકોને નોટીસ ફટકારવામાં આવી હતી તે પૈકી 87000 કરદાતાઓએ નોટીસોના કોઈ જવાબ આપ્યા ન હતા. નોટબંધીના ગાળામાં મોટી રમ બેંકોમાંજમા કરાવનારા અને આવકવેરા રીટર્ન નહી ભરનારા આવા કુલ 3 લાખથી અધિકને નોટીસો ફટકારવામાં આવી હતી.
આવકવેરા વિભાગે કંપની કાયદા હેઠળ આવતી કંપનીઓના કેસની નોંધ 30મી જુન સુધીમાં નેશનલ કંપની લો ટ્રીબ્યુનલમાં પેશ કરી દેવાની પણ મહેતલ આપી છે.
કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડના સૂત્રોએ કહ્યું કે આખા વર્ષનો એકશન પ્લાન તૈયાર થાય અનેઅમલમાં મુકાય ત્યાં સુધીનો વચગાળાનો ત્રિમાસિક એકશન પ્લાન ઘડવામાં આવ્યો છે. આવકવેરા ધારાની કલમ 285 બીએ હેઠળ સ્ટેટમેન્ટ ઓફ ફાયનાન્સીયલ ટ્રાન્ઝેકશન 15મી મે સુધીમાં રજુ ન કરે તેને ધરપકડ નોટીસો ઈસ્યુ કરવાની પણ સૂચના આપવામાં આવી છે. આ કાયદાકીય જોગવાઈહેઠળ મોટી રકમના વ્યવહારો કરતા વ્યક્તિગત કરદાતાઓના એન્યુઅલ ઈન્ફોર્મેશન રીટર્નની માહિતી બેંકો તથા મ્યુચ્યુઅલ ફંડોએ તંત્રને આપવાની હોય છે.
સીબીડીટી દ્વારા ફીલ્ડ સ્યાફને પણ ખાસ કામ સોંપીને વ્હેલી તકે કાર્યવાહી આટોપવાની સૂચના આપવામાં આવી છે જે અંતર્ગત આયકર કાયદાની કલમ 269 એસએસ હેઠળ 2016-17 તથા 2017-18ના નાણાંકીય વર્ષમાં 5 લાખ કે તેથી વધુના રોકડ વ્યવહારો- પેમેન્ટ કરનારા કરદાતાઓની ઓળખ મેળવવા કલમ 50સી તથા 56(2) હેઠળ છુપી આવક પકડવા તથા જમીન મિલકત વેચાણમાં કેપીટલ ગેઈન ટેકસના કેસો ચકાસવા તાકીદ કરવામાં આવી છે અને તે માટેની ડેડલાઈન પણ 30મી જૂન સુધીની જ રાખવામાં આવી છે. આ ઉપરાંત ટેકસ એરીયર્સમાં વ્હેલી રીકવરી કરવા તથા ટીડીએસને લગતા કેસો ચકાસવા પર કહેવામાં આવ્યું છે.
મહત્વની બાબત એ છે કે 31મી માર્ચ સુધીમાં આવકવેરા પેટે સંપતિ-મિલ્કતો ટાંચમાં લેવામાં આવી હોય તો 30મી જુન સુધીમાં ટાંચ હેઠળની 20 ટકા મિલ્કતની હરરાજી પ્રક્રિયા પણ હાથ ધરવામાં આદેશ કરવામાં આવ્યો છે. પ્રત્યેક ટેકસ રિકવરી અધિકારીને ઓછામાં ઓચી એક સંપતિ-મિલકતની હરરાજી કરવાનું ફરજીયાત બનાવવામાં આવ્યું છે.એમ માનવામાં આવે છે કે ગત નાણાંવર્ષમાં આવકવેરા વસુલાત લક્ષ્યાંક સિદ્ધ થઈ શકયો ન હતો. રાજકોટમાં 300 કરોડ તથા ગુજરાતમાં 6000 કરોડથી અધિકની ખાધ રહી હતી. રાષ્ટ્રીય સ્તરે આ ખાધ અંદાજીત 60000 કરોડની હતી.
12 લાખ કરોડ સામે અંદાજીત 11.40 લાખ કરોડ વસુલાયા હતા. કેન્દ્ર સરકારના વચગાળાના અંદાજપત્રમાં ચાલુ વર્ષ માટે 13.80 લાખ કરોડનો ટાર્ગેટ જાહેર કરાયોહતો. ભલે તેમાં થોડો ઘટાડો થવાની અટકળો છે છતાં વાર્ષિક વસુલાત માટે અત્યારથી જ તંત્રને દોડાવવાનું શરુ કરાયાનુંમાનવામાં આવે છે.


Advertisement