પોસ્ટ ઓફીસમાંથી નાણાં બારોબાર ઉપડી ગયા: ખાતેદારને વ્યાજ સાથે રકમ ચૂકવવા આદેશ

15 April 2019 06:33 PM
Ahmedabad Gujarat
  • પોસ્ટ ઓફીસમાંથી નાણાં બારોબાર ઉપડી ગયા: ખાતેદારને વ્યાજ સાથે રકમ ચૂકવવા આદેશ

એજન્ટ ઓફીસ અધિકારીઓની મિલી ભગત: વડોદરાનો કિસ્સો

Advertisement

અમદાવાદ તા.15
બનાવટી સહીનો ઉપયોગ કરી એકાઉન્ટમાંથી નાણા ઉપાડી લેવાયાના કેસમાં રાજય ગ્રાહક અદાલતે વડોદરાના સ્તેગેજની પોસ્ટ ઓફીસના સીનીયર સુપ્રીન્ટન્ડન્ટને ખાતેદારને વ્યાજ સાથે રૂા.1.4 લાખની ડિપોઝીટ સુપરત કરવા હુકમ કર્યો છે.
જીલ્લા ગ્રાહક અદાલતનાહુકમ સામે પોસ્ટ ઓફીસે રાજય ગ્રાહક ફોરમ સમક્ષ અપીલ કરી હતી.
આ કેસની વિગત એવી છે કે ગાંધીનગરના રહેવાસી દિલીપ શાહે રૂા.70000ની બે મન્થલી ઈન્કમ સ્કીમ (એમઆઈએસ) લીધી હતી. 2004માં લેવાયેલી આ સ્કીમ 2010માં પાકતી હતી. પાકતી મુદતે શાહે રિઈન્વેસ્ટમેન્ટ માટે ફોર્મ પર સહી કરી પોસ્ટ ઓફીસના અધકૃત એજન્ટને આપ્યું હતું. પાછળથી શાહને ખબર પડી કે તેમની રૂા.1.4લાખની રકમ ઉપાડી લેવાઈ છે અને એમાંની અમુક રકમ મમતા અને રુચિર ભટ્ટના નામે રોકાણમાં આવી છે.
શાહે આક્ષેપ કર્યો હતો કે પોસ્ટ ઓફીસના અધિકારીઓએ રકમ ઉપાડી લેવા બનાવટી સહી કરવા એજન્ટ સાથે મિલિભગત કરી હતી.
પોસ્ટ ઓફીસના વકીલે દલીલ કરી હતી કે શાહની વિનંતીથી એમઆઈએસ બંધ કરવામાં આવી હતી. પોસ્ટ ઓફીસ માટે એજન્ટો સરકાર દ્વારા નીમવામાં આવે છે, અને તેમાં પોસ્ટ ઓફીસની કોઈ ભૂમિકા નતી. વળી, પોસ્ટ ઓફીસના રેકોર્ડ મુજબ શાહના ખાતામાં નાણાના પુન: રોકાણ માટેની વિનંતી નમ્રતા અને રુચિર ભટ્ટના નામે હતી અને એથી પોસ્ટ ઓફીસે સૂચના પ્રમાણે કર્યું હતું.
પોસ્ટ ઓફીસે રજુઆત કરી હતી કે શાહનું એકાઉન્ટ 2009માં બંધ કરાયું હતું, જયારે ફરિયાદ 2013માં થઈ હતી, એથી ફરિયાદ રદ થવી જોઈએ.
બીજી બાજુ, શાહના વકીલે દલીલ કરી હતી કે તેની પાસબુકના પોસ્ટ ઓફીસનો સિકકો છે. એમાં 70000ની એક એમ બે એમઆઈએસ જમા હોવાનું દર્શાવવામાં આવ્યું છે.
જીલ્લા ગ્રાહક અદાલતના નિર્ણયને બહાલ રાખી રાજય ગ્રાહક ફોરમે ઠરાવ્યું હતું કે શાહની એમઆઈએસ પાસબુકમાં નરેન્દ્ર અને રુચિરા ભટ્ટના નામેરોકાણનો અમુક જ ભાગ રોકવામાં આવ્યો હતો, એથી સ્પષ્ટ બને છે કે શાહે માંગણી કર્યા પ્રમાણે પોસ્ટ ઓફીસે એનું પુન: રોકાણ કર્યુ હતું. રૂા.20000થી વધુની રકમ કેશમાં ચૂકવી પોસ્ટ ઓફીસ અધિકારીઓએ નિયમભંગ કર્યો છે. જે પોસ્ટ ઓફીસે ચેકથી નાણા ચૂકવ્યા હોય તો તેને ચૂકવવામાં આવ્યા છે તેનો એની પાસે કોઈ રેકોર્ડ નથી. ફોરમે આવી માન્યું હતું કે પોસ્ટ અધિકારીઓની એજન્ટ સાથે મિલીભગત છે, આવા અવલોકન સાથે ફોરમે વ્યાજ સહીત રૂા.1.4 લાખ ચૂકવવા આદેશ આપ્યો હતો.


Advertisement