પેરિસ જેવા હુમલાનું યુરોપમાં પુનરાવર્તન કરવા ISISનું ષડયંત્ર: સન્ડે ટાઈમ્સનો ધડાકો

15 April 2019 06:31 PM
India
  • પેરિસ જેવા હુમલાનું યુરોપમાં પુનરાવર્તન કરવા ISISનું ષડયંત્ર: સન્ડે ટાઈમ્સનો ધડાકો

સિરિયામાં સાફ થઈ ગયા છતાં ઈસ્લામીક સ્ટેટનું નેટવર્ક સક્રીય

Advertisement

લંડન તા.15
4 વર્ષ પહેલા 130 માણસોનો ભંગ લેનાર પેરિસના કોન્સર્ટ પરના હુમલા જેવો ફરી ઘાતકી હુમલો યુરોપભરમાં કરવા ઈસ્લામીક સ્ટેટ આતંકી જૂથ કાવતરું ઘડી રહ્યું છે. એક બ્રિટીશ અખબારે આવો ખુલાસો કર્યો છે.
નવેમ્બર 2015 પેરિસ હુમલો ફ્રાંસના પાટનગરમાં સંકલીત શ્રેણીબદ્ધ આતંકી હુમલો હતો.
એ હુમલામાં ત્રણ આત્મઘાતી હુમલાખોરો ફુટબોલ મેચ વખતે સ્ટેડ દ ફ્રાંસની બહાર યિકયા હતા. એ પછી રેસ્ટોરાં ખાતે શુટીંગ અને સુસાઈડ બોમ્બીંગના બનાવો બન્યા હતા. બાટાકલાન કોન્સર્ટ હોલ ખાતે કુલ 130 માણસો માર્યા ગયા હતા.
સન્ડે ટાઈમ્સના દાવા મુજબ યુરોપ અને મધ્યપુર્વમાં આતંકવાદી હુમલાની વિગતવાર યોજના ઘડવામાં આવી છે. નવેમ્બર 2015ના પેરીસ સ્ટાઈલ હુમલા કરવા આઈએસઆઈએસના નેતાઓએ પૈસા આપી ષડયંત્ર રચ્યું છે. અખબારે જણાવ્યું છે કે દસ્તાવેજોમાં દર્શાવાયેલી યોજનામાં યુરોપમાં હુમલો એક નાનો ભાગ છે. અખબારે આ દસ્તાવેજો સીરીયામાં આઈએસઆઈએસના સેલના સભ્યો દ્વારા ફેંકવામાં આવેલી હાર્ડ ડ્રાઈવમાં હોવાનો દાવો કર્યો છે.
દસ્તાવેજો મુજબ સીરીયામાં કહેવાતી ખલિફાત નાશ પામી હોવા છતાં આઈએસઆઈએસ આતંકી જૂથ અત્યાધુનિક આંતરરાષ્ટ્રીય નેટવર્ક ચલાવી રહ્યું છે.


Advertisement