રાહુલ સુપ્રીમની ઝપટમાં: રાફેલ વિવાદ પર નોટીસ

15 April 2019 06:22 PM
India
  • રાહુલ સુપ્રીમની ઝપટમાં: રાફેલ વિવાદ પર નોટીસ

સુપ્રીમના નિરીક્ષણ પર રાહુલે ચોકીદાર ચોર હૈ નો સાબીત થયાનું જણાવ્યું હતું ; સુપ્રીમે ચોરી થયેલા દસ્તાવેજો માન્ય રાખવાના મુદે રાહુલે મોદી વિરુદ્ધનો ચુકાદો ગણાવતા કોર્ટની અવમાનના બની: સોમવાર સુધીમાં જવાબ આપવો પડશે

Advertisement

નવી દિલ્હી તા.15
દેશભરમાં લોકસભા ચૂંટણી સમયે ચોકીદાર ચોર હૈ ના નારા સાથે પ્રચાર કરી રહેલા રાહુલ ગાંધી આખરે તેમના વિધાનોમાં જ ફસાઈ રહ્યા છે. હાલમાં જ રાફેલ વિવાદમાં સુપ્રીમ કોર્ટે તેની સમક્ષ જે લીક થયેલા અથવા તો ચોરી થયેલા દસ્તાવેજો રજુ થયા તેને માન્ય રાખીને સુનાવણી આગળ ચલાવવા નિર્ણય લીધો તે ચૂકાદા પર પ્રતિભાવ આપતા રાહુલ ગાંધીએ એવુ વિધાન કર્યુ હતું કે આખરે એ સુપ્રીમ કોર્ટમાં સાબીત થયું છે કે ચોકીદાર ચોર હૈ. હવે આ વિધાનો પર ભાજપના મીનાક્ષી લેખીએ રાહુલ પર સર્વોચ્ચ અદાલતની અવમાનનાની રીટ સર્વોચ્ચ અદાલતમાં કરતા આજે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને તેમના વિધાનો પર સ્પષ્ટતા કરવા નોટીસ ફટકારી છે અને સોમવાર સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે.
સુપ્રીમે તેનો આખરી ચુકાદો આપ્યો ન હતો. પણ ફકત દસ્તાવેજ માન્ય રાખ્યા છે તેમ છતાં રાહુલ ગાંધીએ ચોકીદાર ચોર હૈ તેવુ સુપ્રીમે જણાવ્યું છે તેવા વિધાનો કરીને મુસીબત વહોરી લીધી છે અને હવે સોમવારે તેઓ આ મુદે શું જવાબ આપે છે તેના પર સૌની નજર છે.


Advertisement