યોગી પર 72 કલાક અને માયાવતી પર 48 કલાકનો પ્રચાર પ્રતિબંધ

15 April 2019 06:19 PM
India
  • યોગી પર 72 કલાક અને માયાવતી પર 48 કલાકનો પ્રચાર પ્રતિબંધ

નેતાઓના વાણી-વિલાસ અંગે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરતા ચૂંટણી પંચ એકશનમાં "; આવતીકાલ સવારે છ વાગ્યાથી અમલ શરુ થશે: યોગીએ અલિ અને બજરંગબલીનો વિવાદ છેડયો હતો અને માયાવતીએ મુસ્લીમ મતોની અપીલ કરી હતી: હજુ પંચને કાલે સુપ્રીમમાં હાજર થવુ પડશે

Advertisement

નવી દિલ્હી તા.15
દેશમાં લોકસભા ચૂંટણીનાં સર્જાયેલા જબરદસ્ત માહોલમાં એક બાદ એક રાજકીય નેતાઓની જીભ જે રીતે લથડી રહી છે અને બેફામ વાણી વિલાસ તથા આક્ષેપબાજી થઈ છે તેના પર આખરે સર્વોચ્ચ અદાલતે લાલ આંખ કરતા ચૂંટણી પંચ એકશનમાં આવી ગયું છે અને સુપ્રીમકોર્ટના આદેશના પગલે ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ અને બસપાના નેતા માયાવતી પર ચૂંટણી પ્રચાર કરવા પર કામચલાવ પ્રતિબંધ લાદી દીધા છે. યોગી પર 72 કલાક અને માયાવતી પર 48 કલાકનો પ્રતિબંધ લાદવામાં આવે છે જે આવતીકાલે સવારે 6 વાગ્યાથી શરુ થશે. આજે સર્વોચ્ચ અદાલતે ચૂંટણીપંચની આકરી ઝાટકણી કાઢતા શા માટે નેતાઓ પર આકરા પગલા લેવાઈ રહ્યા નથી તેવો પ્રશ્ર્ન કર્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ અલિ અને બજરંગબલી જેવા વિવાદો સર્જી રહ્યા છે અને માયાવતીએ મુસ્લીમોને સીધી મતની અપીલ ધર્મના નામે કરી હતી અને તે બાદ આઝમખાને પણ બોલીવુડ અભિનેત્રી તથા રામપુરથી ચૂંટણી લડી રહેલ ભાજપના ઉમેદવાર જયાપ્રદા અંતે પણ અત્યંત ગંદા ઉચ્ચારણો કર્યા હતા. જે અંગે સુપ્રીમ કોર્ટે આજે ચૂંટણીપંચની આકરી ઝાટકણી કાઢી છે.
શા માટે યોગી અને માયાવતી સામે ચૂંટણી આચારસંહિતા ભંગના પગલા લેવાયા નથી તે ખુલાસો કરવા જણાવ્યું છે. મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈએ ચૂંટણીપંચના પ્રતિનિધિને આવતીકાલે અદાલતમાં હાજર થવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે એ પણ આશ્ર્ચર્ય વ્યક્ત કર્યુ કે અમારી પાસે મર્યાદીત સતા છે તેવા પંચના વિધાનથી અમે આઘાત પણ અનુભવીએ છીએ. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે તમે આ પ્રકારના મુદાઓ પર મૌન રહી શકો નહી અત્યાર સુધી તમે કંઈ કર્યુ નથી પરંતુ હવે તમારે તાત્કાલીક એકશન લેવા પડશે. અગાઉ યોગી અને માયાવતીને આચારસંહિતા ભંગની નોટીસ મોકલાઈ છે. આમ હવે સર્વોચ્ચ અદાલતે દૌર હાથમાં લઈ લીધો છે.


Advertisement