રતલામના ગોઠડા માતાજીના મંદિરની ભવિષ્યવાણી : દેશનો રાજા બદલાશે નહી

15 April 2019 06:13 PM
India
  • રતલામના ગોઠડા માતાજીના મંદિરની ભવિષ્યવાણી : દેશનો રાજા બદલાશે નહી

મોદીના ભકતો માટે રાહતદાયક અને મોદીના વિરોધીઓ માટે આઘાતજનક ભવિષ્યવાણી

Advertisement

રતલામ તા.15
મધ્ય પ્રદેશના રતલામમાં ગોઠડા માતાજીના મંદિરેથી પીએમ મોદીને મોટા ખુશખબર મળ્યા છે. અહીં દર વર્ષે ભવિષ્યવાણી કરવામાં આવે છે. તેને સાંભળવા માટે સેંકડો લોકો અહીં આવે છે. અહીંની ભવિષ્યવાણી ત્યાં લખવામાં આવે છે. રતલામ પાસે આવેલા આ મંદિર દ્વારા ભવિષ્યવાણી કરાઈ છે કે દેશનો રાજા બદલાશે નહીં. આ ભવિષ્યવાણી મંદિર સમિતિના લેટર પર જારી કરવામાં આવે છે. રવિવારે રતલામ જિલ્લાના બડાવદા નજીક મલેની નદી કિનારે દર વર્ષની જેમ રામનવમીના આગલા દિવસે ભવિષ્યવાણી કરાઈ હતી. જેમાં આવનારા એક વર્ષમાં ખેડૂતોને ખેતીમાં નુકસાન ફાયદો, બીમારી, વરસાદ ઉપરાંત રાજકીય મામલે પણ ભવિષ્યવાણી કરાઈ. આ વર્ષની મોટી ભવિષ્યવાણી એ હતી કે દેશનો રાજા બદલાશે નહીં. હકીકતમાં જિલ્લાના બડાવદા નજીક ગોઠડા માતાજીના ઓટલેથી કરાયેલી પ્રસિદ્ધ ભવિષ્યવાણીમાં કહેવાયું છે કે દેશનો રાજા બદલાશે નહીં. રાજકીય લોકો ઉપરાંત હજારોની સંખ્યામાં લોકો ભવિષ્યવાણી સાંભળવા માટે પહોંચ્યા હતાં. આ ઉપરાંત આગામી વર્ષે વરસાદ સારો થવાના કારણે સોયાબીન, ઘઉં, ડુંગળી, લસણ, ચણાનો પાક પણ ભરપૂર થવાની ભવિષ્યવાણી કરાઈ છે. રવિવારે ભવિષ્યવાણી સાંભળવા માટે અનેક રાજ્યોના લગભગ 40,000 ખેડૂતોનો ત્યાં જમાવડો થયો હતો.


Advertisement