નડિયાદમાં પૂ. ધી૨જમુનિના પ૨મ સાંનિધ્યમાં વ્યાખ્યાન સંગ્રહનું લોકાર્પણ

15 April 2019 06:01 PM
Ahmedabad Woman
  • નડિયાદમાં પૂ. ધી૨જમુનિના પ૨મ
સાંનિધ્યમાં વ્યાખ્યાન સંગ્રહનું લોકાર્પણ

Advertisement

નડિયાદ સ્થાનક્વાસી જૈન સંઘ ખાતે ત્રણેક વર્ષ્ો પધા૨ેલા સુપ્રસિધ્ધ જૈન મુનિ પ.પૂ. ધી૨ગુરૂદેવના સાંનિધ્યે આયોજીત ધર્મસભામાં જણાવેલ કે- જીવનમાં ૨ીએકશનથી બચવા નો આ૨ગ્યુમેન્ટ અર્થાત દલીલબાજીથી બચોનો ઓબ્જેકશન અર્થાત સા૨ા કાર્યમાં વિ૨ોધ ક૨વો નહિ. નો એડવાઈઝ અર્થાત વગ૨ માંગી સલાહ ન આપવી. ત્રિસૂત્રી કાર્યક્રમનો અમલ ક૨વાથી જીવન નંદનવન બનશે.
પ્રવચન મધ્યે પૂ. ગુરૂદેવના વ્યાખ્યાન સંગ્રહ સુપ૨ ડુપ૨ આત્માની લોકાર્પણ વિધિ શ્રીમતી લતા ગાંધી, કલ્પના ધ૨ોડ, ભાવના મહેતા, સુનિતા પામેચા, મોની ધ૨ોડના હસ્તે ક૨વામાં આવેલ.
પૂ. શ્રી ધી૨ગુરૂદેવ મંગળવા૨ે સવા૨ે ૭.૩૦ કલાકે આણંદ પધાર્યા બાદ ૯.૩૦ થી ૧૧.૩૦ હેવન ઈઝ હિય૨ વિષ્ાય પ૨ પ્રવચન અને સંઘજમણ ૨ાખેલ છે.


Advertisement