રાજુલામાં રાહુલ ગાંધીને સાંભળવા જનમેદની ઉમટી

15 April 2019 05:48 PM
Amreli Gujarat
  • રાજુલામાં રાહુલ ગાંધીને સાંભળવા જનમેદની ઉમટી
  • રાજુલામાં રાહુલ ગાંધીને સાંભળવા જનમેદની ઉમટી
  • રાજુલામાં રાહુલ ગાંધીને સાંભળવા જનમેદની ઉમટી

આસરાણા ચોકડીએ કોંગ્રેસ આયોજીત જાહેરસભામાં રાહુલ ગાંધીને સાંભળવા ત્રણ જિલ્લાની જનતામાં ઉમળકો

Advertisement

રાજકોટ તા.15
રાજુલાની આસરાણા ચોકડીએ યોજાયેલી રાહુલ ગાંધીની જાહેરસભામાં ગામડે-ગામડેથી જનમેદની ઉમટી પડી હતી. અમરેલ, ભાવનગર અને જુનાગઢ લોકસભા બેઠકનાં કોંગી ઉમેદવારો અનુક્રમે પરેશ ધાનાણી, મનહર પટેલ, પુંજાભાઇ વંશના પ્રચારાર્થે રાજુલાના આસરાણા ચોકડી પાસે યોજાયેલી રાહુલ ગાંધીની જાહેરસભામાં કોંગ્રેસના ઉમેદવારો, પ્રભારી રાજીવ સાતવ, કોંગ્રેસના ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, જિલ્લાઓનાં કોંગ્રેસ આગેવાનો, તાલુકા કોંગ્રેસના આગેવાનો અને ત્રણેય જિલ્લાની જનતા રાહુલ ગાંધીને સાંભળવા સ્વયંભુ ઉમટી હતી. આસરાણા ચોકડી ખાતે વિશાળ સ્ટેજ સમિયાળો સાથે જાહેર જનતા માટે બેઠક વ્યવસ્થા, વાહન પાર્કિંગ, વ્યવસ્થાઅને જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. (તસવીર : દેવેન અમરેલીયા)


Advertisement