મંદિરમાં પૂજા કરતા કોંગ્રેસ નેતા થરુર ગબડી પડયા: માથામાં ઈજા, 6 ટાંકા

15 April 2019 05:37 PM
India
  • મંદિરમાં પૂજા કરતા કોંગ્રેસ નેતા થરુર ગબડી પડયા: માથામાં ઈજા, 6 ટાંકા

તુલાભરમ પૂજા કરતી વખતે ઘટના

Advertisement

તિરુવનંથપુરમ તા.15
કેરળના તિરુવનંથપુરમમાં કોંગ્રેસના વર્તમાન સાંસદ શશી થરુર આજે એક મંદિરમાં પુજા કરતા ગબડી પડતાં તેમને ગંભીર ઈજા થઈ હતી. તેમને સારવાર માટે તિરુવનંથપુરમની જનરલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમના માથામાં ઉંડો ઘા પડતા 6 ટાંકા લેવા પડયા છે. ડોકટરોએ તેમની હાલત ખતરા બહાર બતાવી છે.
થરુર મંદિરમાં ‘તુલાભરમ’ પુજા કરી રહ્યા હતા. કેરળના અમુક મંદિરોમાં આવી પૂજા થાય છે. પુજામાં દર્શનાર્થીના વજન બરાબર ચડાવો કરવામાં આવે છે.
થરુર આ વખતે પણ તિરુવનંથપુરમની બેઠકના ઉમેદવાર
છે. અગાઉ તે આ બેઠકથી બે વાર ચૂંટાયા હતા. તેમનો મુકાબલો ભાજપ નેતા અને મિઝોરમના પુર્વ રાજયપાલ કુમ્માનેમ
રામશેખરની અને સીપીઆઈના ધારાસભ્ય અને પુર્વ મંત્રી સી.દિવાકરણ સામે છે.
થરુર 2009માં પહેલીવાર આર બેઠક પરથી ચૂંટણી લડયા હતા. એ વખતે તેમને એક લાખ ત્રણ મત ઓછા મળ્યા હતા. પરંતુ 2014માં તો 15000 મતની સરસાઈથી જીત્યા હતા. ચૂંટાયા પછી તેમના પત્ની સુનંદા પુષ્કરનું સંદિગ્ધ સ્થિતિમાં મોત થયું હતું. તેમની સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાનો કેસ ચાલી રહ્યો છે.
આ વખતે સબરીમાલા મંદિર વિવાદમાં કુદી પડવાથી નાયર સમુદાયની તેમની પરંપરાગત વોટબેન્ક ઘટી છે. થરુરે પક્ષના હાઈકમાન્ડને પત્ર લખી પક્ષના સ્થાનિક નેતાઓ પ્રચાર અભિયાનમાં રસ લેતા નહીં હોવાની ફરિયાદ કરી છે.


Advertisement