રૂપિયા ત્રણ લાખનો ચેક પરત ફરતા કોર્ટમાં રાવ

15 April 2019 05:35 PM
Jamnagar
Advertisement

રાજકોટ તા.15
રાજકોટના ધર્મેશ છોટાલાલ જરીયા વિરૂઘ્ધ રૂા. 3 લાખનો ચેક રીટર્ન થતાં રાજકોટની કોર્ટમાં ચેક રીટર્ન થવા બદલ આરોપી ધર્મેશ છોટાલાલ જરીયા વિરૂઘ્ધ ફરિયાદ થતા કોર્ટ દ્વારા સમન્સ ઇશયુ કરવામાં આવેલ હતો.
ફરિયાદની ટુંકમાં વિગત એવી છે કે ફરિયાદી રાજેશકુમાર રતિલાલ જરીયાએ આરોપી ધર્મેશ છોટાલાલ જરીયાને મે-2018માં રૂા.3 લાખ મિત્રતાનો સંબંધ હોય વગર વ્યાજે હાથ ઉછીના આપેલા ત્યારબાદ ફરિયાદીએ આરોપીને આપેલ હાથ ઉછીની રકમની પરત માંગણી કરતા આરોપીએ રૂા.3 લાખનો ચેક આપેલ જે ચેક પરત ફરતા અદાલતમાં ફરિયાદ નોંધાઇ હતી.
જે ફરિયાદ કોર્ટે રજીસ્ટર લઇ આરોપી ધર્મેશ છોટાલાલ જરીયાને કોર્ટમાં હાજર રહેવા સમન્સ ઇશ્યુ કરેલ છે. આ કામમાં ફરિયાદી રાજેશકુમાર રતીલાલ જરીયા વતી રાજકોટના યુવાન ધારાશાસ્ત્રી હિતેશ આર. ભાયાણી રોકાયેલ છે.


Advertisement