દ્વારકાની ચૂંટણી કરવાના હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર: 22મી એપ્રિલે સુનાવણી

15 April 2019 04:37 PM
Jamnagar Gujarat
  • દ્વારકાની ચૂંટણી કરવાના હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર: 22મી એપ્રિલે સુનાવણી

પબુભાની અરજી સામે મેરામણ ગોરીયાની કેવીએટ: રાજકીય ઉતેજના

Advertisement

જામનગર તા.15
દ્વારકાની વિધાનસભા બેઠકની ચૂંટણી રદ કરવાના હાઈકોર્ટના આદેશને પબુભા માણેકે સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો છે અને તેમાં સુનાવણી આગામી 22મી એપ્રિલે નિર્ધારવામાં આવી છે.
દ્વારકા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા પબુભા માણેકના ફોર્મમાં મતવિસ્તારનું નામ જ દર્શાવવામાં ન આવ્યા જેવી ગંભીર ભુલ હોવા છતાં ઉમેદવારીપત્ર માન્ય રાકી દેવામાં આવ્યાની દલીલ સાથે કોંગ્રેસના મેરામણ ગોરીયાએ હાઈકોર્ટમાં દાદ માંગી હતી. આ કેસ ચાલી જતા હાઈકોર્ટે 2017માં યોજાયેલી આ બેઠકની ચૂંટણી રદ કરતો ચુકાદો આપ્યો હતો. લોકસભાની ચૂંટણી ટાણે જ ઘેરા રાજકીય પ્રત્યાઘાતો પડવાનું શરૂ થયું હતું. આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનુ પબુભાએ જાહેર કર્યુ જ હતું, બીજી તરફ એકતરફી હુકમ રોકવા માટે મેરામણ ગોરીયા દ્વારા કેવીએટ દાખલ કરવાની તજવીજ કરવામાં આવી હતી. પબુભા માણેક દ્વારા આજે સીનીયર એડવોકેટ રણજીતકુમાર, મનીન્દરસિંઘ, સત્યપાલ જૈન, સ્વરૂપા ચક્રવર્તી સર્વોચ્ચ અદાલતમાં અરજી કરવામાં આવી હતી જેનો અદાલતે સ્વીકાર કરીને સુનાવણી 22મી એપ્રિલે રાખી છે.
પબુભા માણેકે હાઈકોર્ટના ચુકાદાને સર્વોચ્ચ અદાલતમાં પડકારતા અને તે દાખલ થઈ જવા સાથે સુનાવણી નિર્ધારિત થતા સ્થાનિક સહીત સમગ્ર ગુજરાતના રાજકારણમાં ફરી નવી રાજકીય ઉતેજના છવાઈ છે. સર્વોચ્ચ અદાલત દ્વારા આ કેસમાં પબુભા માણેકને કોઈ રાહત આપવામાં આવે છે કે કેમ તેના પર મીટ માંડવામાં આવી રહી છે. પબુભાની અરજી સામે મેરામણ ગોરીયાએ કેવીએટ કરેલી છે. ઉપરાંત ગુજરાતમાં 23મીએ મતદાન છે તેનતા આગલા દિવસે જ સુનાવણી નિર્ધારવામાં આવી છે ત્યારે રાજકારણમાં ઉતેજના છે.


Advertisement