જુનાગઢ જિલ્લામાં ધો.12 વિજ્ઞાન પ્રવાહ પરીક્ષાની સીડી નિદર્શનમાં ચોરી કરતા 42 છાત્રો નજરે પડયા

15 April 2019 03:44 PM
Junagadh
Advertisement

જુનાગઢ તા.13
જુનાગઢ જિલ્લામાં ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં સીસી ટીવી કેમેરાથી શુટીંગ કરવામાં આવેલ. જેના નિર્દેશન દરમ્યાન ધો.12 વિજ્ઞાન પ્રવાહના 42 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા જોવા મળ્યા હતા. જેથી સીડી નિર્દેશન સમિતિએ પરિક્ષાર્થી તેના વાલી, કેન્દ્રના સંચાલક, સુપરવાઈઝરને રૂબરૂ બોલાવી તેમના નિવેદનો લઈ 42 પરિક્ષાર્થીઓની વિગત બોર્ડને મોકલી આપી છે. ગત માર્ચમાં ધો.10-12ની પરીક્ષા પૂર્ણ થવાના બીજા દિવસથી જ પરીક્ષા દરમ્યાન સીસીટીવીમાં રેકોર્ડીંગ થયું તે સીટી અને ડીવીડીના નિર્દેશનની કાર્યવાહીં હાથ ધરવામાં આવી હતી. વર્ગ 1 અને 2ના અધિકારી તેમજ વર્ગ-3ના કર્મીઓને કામગીરી સોંપવામાં આવી હતી. વિજ્ઞાન પ્રવાહના 23 પરીક્ષા સ્થળની 407 સીડી ડીવીડીનું નિર્દેશન કરેલ જેમાં 45 વિદ્યાર્થીઓ ચાલુ પરીક્ષાએ હરકત કરતા શંકાસ્પદ રીતે જોવા મળેલ જેથી 11 એપ્રીલના પરીક્ષા સીડી નિર્દેશન સમિતિ દ્વારા પરીક્ષાર્થી વાલી જેતે પરીક્ષા કેન્દ્રના સંચાલક સુપર વાઈઝરને રૂબરૂ બોલાવી સુનાવણીમાં તેમની રૂબરૂ નિર્દેશન કરવામાં આવેલ. શંકાસ્પદ કેસની ઓળખ કરી તમામના નિવેદન લીધા હતા. જેમાં 42 વિદ્યાર્થીઓની વિગત માધ્યમિક ઉચ્ચ માધ્યમિક બોર્ડને મોકલવામાં આવી છે. જેની કાર્યવાહી ગાંધીનગર પરીક્ષા સમિતિ દ્વારા કરાશે. જીલ્લા શિક્ષણાધિકારી નૈષધ મકવાણાના જણાવ્યા મુજબ ધો.12 વિજ્ઞાન પ્રવાહની સીટી ડીવીડીના નિર્દેશન કામગીરી પૂર્ણ થઈ છે. ધો.10 અને 12 સામાન્ય પ્રવાહની કામગીરી ચાલી રહી છે.જેમાં ગેરરીતીની સંખ્યા વધે તેવી શકયતા દર્શાવી છે. એકંદરે પરીક્ષા સ્થળ જે તે સમયે ભલે વિદ્યાર્થી ચોરી કરતા ન પકડાયા હોય પરંતુ હાલ સીડી ડીવીડીના નિર્દેશન દરમ્યાન કેમારાની બાજ નજરમાં સામે આવીજશે તેવાઓ સામે બોર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેમ નૈષધ મકવાણાએ જણાવ્યું છે.


Advertisement