બામણબોર નજીક કારની ઠોકરે બહેનની નજર સામે જ રીક્ષા ચાલક યુવકનું મોત

15 April 2019 03:44 PM
Surendaranagar
Advertisement

બામણબોર, તા. ૧પ સુરેન્દ્રનગર જિલ્લાના બામણબોર ગામના જુના હાઈવે ઉપર રિક્ષા અને ઈકો ગાડી વચ્ચે અકસ્માત, ત્રણને ઈજા જેમાં બે બાળકો અને માતા ગંભીર ઈજા પહોંચી હતી જયારે વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામના રીક્ષા ચાલક હરજીભાઈ તેજાભાઈ મેર, ઘટના સ્થળે મોત થયું હતું. રીક્ષામાં બેઠેલ ચોટીલા તાલુકાના નવાગામ ગામના વિજુબેન કિશોરભાઈ બાવળીયા તેમના બંને બાળકો દિનેશભાઈ કિશોરભાઈ અને બેબી પુરીબેન કિશોરભાઈ બાવળીયા અા ત્રણેયને અકસ્માતમાં ગંભીર ઈજા થતા સારવાર માટે ૧૦૮ દ્વારા રાજકોટ લઈ જવાયા હતા. વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામથી પોતાના બહેન મુકવા માટે ચોટીલા તાલુકાના નવાગામ જતા હતા ત્યારે બામણબોરના જુના નેશનલ હાઈવે ઉપર પેપ્સી કારખાનાની બાજુમાં ઈકો અને રીક્ષા વચ્ચે જોરદાર ટકકર લાગતા રિક્ષાચાલકનું ઘટના સ્થળે મોત થયેલ હતું. અકસ્માત બાદ ડ્રાઈવર અકસ્માત થતા તાલુકાના ઈકો માલિક હોય ઈકો મુકીને ડ્રાઈવર નાસી છુટયો હતો. બામણબોર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે અાવીને પોસ્ટમોટૅમ માટે ચોટીલા ખાતે લાશને લઈ ગયા હતા. વધુમાં બામણબોરનો પોલીસ સ્ટાફ માલાભાઈ તથા તેમને સ્ટાફ અાગળના કાગળો ચલાવી રહયા છે. વધુ તપાસ બામણબોર પોલીસ ચલાવી રહી છે.


Advertisement