મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઈના પુત્ર સ્વ. ડો. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં નિદાન-સારવાર કેમ્પ યોજાયો

15 April 2019 03:42 PM
Morbi
  • મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઈના પુત્ર સ્વ. ડો. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં નિદાન-સારવાર કેમ્પ યોજાયો

Advertisement

કોગ્રેસના પીઢ આગેવાન અને મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાના યુવાન પુત્રનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ડોક્ટરનો અભ્યાસ અને ઇન્ટર્નશીપ દરમિયાન તેમણે ગરીબ દર્દીઓની સેવા કરવાનો નિર્ણય કર્યો હતો જેથી સ્વર્ગત પુત્રની ઈચ્છા પૂરી કરવા માટે તેમજ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે દરવર્ષે મેરજા પરિવાદ દ્વારા સ્વ. ડો. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં નિદાન તેમજ સારવાર કેમ્પ યોજાય છે ડો. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં ડો. પ્રશાંત મેરજા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 11 વર્ષથી મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેનો આજ સુધીમાં ઘણા લોકોએ લાભ લીધો છે. ગઈકાલે ક્રિષ્ના હોલ ખાતે નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો 378થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પમાં તમામ દર્દીઓને દવા પણ નિશુલ્ક આપવામાં આવી હતી આ મેડીકલ કેમ્પને સફળ બનાવવા માટે મેરજા પરિવારના સભ્યો તેમજ કોંગ્રેસના આગેવાનો અને હોદેદારો દ્વારા જહેમત ઉઠવવામાં આવી હતી.
(તસ્વીર: જીજ્ઞેશ ભટ્ટ)


Advertisement