મોરબીના બરાર પાસે ડ્રમ્પર-ટ્રક અથડાતા અેકનું મોત

15 April 2019 03:42 PM
Morbi

નવખલી રોડ પર કારે રીક્ષાને ઠોકર મારતા અાધેડને ઈજા

Advertisement

(જીજ્ઞેશ ભટ્ટ દ્રારા) મોરબી તા. ૧પ મોરબીના માળીયા (મી) તાલુકાના નાનીરુમોટી બરારની વચ્ચેની ગોળાઈ પાસે ગત મોડી રાત્રીના અઢી વાગ્યાના અરસામાં ડમ્પરની પાછળ ધડાકાભેર ટ્રક અથડાયો હતો. જે ગોજારા અકસ્માતમાં બનાવમાં ટ્રકના ચાલક રાજેશ નાથાભાઈ સોલંકી (ઉ.વ. રર) રહે. કાલાવડ (જામનગર)નું ઘટના સ્થળે જ કમકમાટીભયુૅ મોત નિપજતા તેના મૃતદેહને અહીની સિવિલે ખસેડાયો હતો. બનવાની જાણ થતા અે ડિવિઝન પોલીસ મથકના અેઅેસઅાઈ અાર.બી. વ્યાસે પ્રાથમીક કાગળો તૈયાર કરી વધુ તપાસ અથેૅ માળીયા (મી) પોલીસ તરફ રવાના કયોૅ હોવાનું જાણવા મળેલ છે. વૃઘ્ધ સારવારમાં મોરબી રેલ્વે સ્ટેશન પાસેના ધક્કાવાળી મેલડી માતાજી મંદિર નવલખી રોડ ઉપરથી રીક્ષા લઈને જઈ રહેલા કાનાભાઈ બેચરભાઈ જાેગરાણા (ઉ.વ. પ૦) ને કારના ચાલકે હડફેટે લેતા ઘવાયેલ કાનાભાઈ જાેગરાણા રહે. કાશીયાગાળા તા. વાંકનેરને ઈજાઅો થતા અત્રેની અાયુષ હોસ્પિટલે સારવારમાં લઈ જવાયો હતા. કાનાભાઈ રીક્ષા લઈને જેપુર તા. મોરબી ગામે ગયા હતા ત્યાંથી પરત પોતાના ગામ કાશીયાગાળા જતા નવલખીરોડ ઉપર કાર ચાલકે તેમની રીક્ષાને હડફેટે લેતા કાનાભાઈઅે ઈજાઅો થઈ હતી. વૃઘ્ધા સારવારમાં મોરબીના વાવડી રોડ સોમેયા સોસાયટીમાં રહેતા ભગવતીબેન રતિલાલભાઈ (ઉ.વ. ૬પ) નામના વૃઘ્ધા સોમૈયા સોસાયટીના ગેઈટ પાસેથી પગપાળા જતા હતા ત્યારે બાઈક નંબર જીજે૩૬અેમ ૩૦પ ના ચાલકે ભગવતીબેનને હડફેટ લેતા તેઅોને અત્રેની સિવિલે અને બાદમાં વધુ સારવાર અથેૅ અાયુષ હોસ્પિટલે લઈ જવાયા છે. તો મોરબી પંચાસર રોડ ગીતામીલ નજીક રહેતા રોશનબેન જુમાભાઈ (ઉ.વ. ર૯)અે તેમના પતિ વિરુઘ્ધ અગાઉ મહિલા પોલીસ મથકે ફરીયાદ કરી હતી જેમા બાદમાં સમાધાન પણ થયેલ હતુ. ગઈકાલે પુન: કોઈવાતે બોલાચાલી થયા બાદ પતિઅે રોશનબેનને માર મારતા તેણીને સિવિલે સારવારમાં લઈ જવાઈ હતી. મહિલા પોલીસે વધુ તપાસ હાથ ધરેલ છે.


Advertisement