મોરબીમાં 45 હિંદુ સંગઠનો દ્વારા ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા

15 April 2019 03:41 PM
Morbi
  • મોરબીમાં 45 હિંદુ સંગઠનો દ્વારા ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા

Advertisement

મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જુદાજુદા હિન્દી સંગઠનો દ્વારા રામ નવમી નિમિતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના 45 જેટલા હિંદુ સંગઠનો જોડાયા હતાએ કેસરિયા ધ્વજ સાથે જય જય શ્રી રામના નારા સાથે શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવતા શહેરના માર્ગો ઉપર રીતસરનો કેસરિયો માહોલ સર્જાઈ ગયો હતો અને યુવાનો દ્વારા તલવારબાજી સહિતના જે કરતબો કરવામાં આવ્યા હતા તે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અત્રે ઉલેખનીય છે કે, મોરબીમાં જુદાજુદા હિંદુ સંગઠનો દ્વારા રામનવમી નિમિતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આયોજકો દ્વારા વિવિધ ફલોટસ રાખવામાં આવ્યા હતા અને યુવાનો દ્વારા તલવારબાજી સહિતના કરતબ પણ કરવામાં આવ્યા હતા આ શોભાયાત્રા વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ, શિવસેના, વીરદાદા જશરાજ સેના, હિંદુ યુવા સંગઠન, જાય મહાકાલ સતવારા યુવા ગ્રુપ, નિરાધાર ગૌશાળા ટ્રસ્ટ, ગોપાલ મિત્ર મંડળ, દ્વારકાધીશ ગ્રુપ, વડવાળા ગ્રુપ, ગૌ રક્ષક ગ્રુપ, અર્જુન સેના અને જલારામ મંદિર સહીત કુલ મળીને 45 જેટલા હિન્દી સંગઠનો જોડાયેલા હતા અને આ શોભાયાત્રાને શનાળા રોડ ઉપર સરદાર વલ્લભભાઈની પ્રતિમા પાસેથી શરુ કરવામાં આવી હતી અને શહેરના માર્ગો પર ફરીને દરબાર ગઢ પાસે આવેલા રામ મહેલ મંદિર ખાતે આ ભવ્ય શોભાયાત્રાને પૂરી કરવામાં આવી હતી અને આ શોભાયાત્રાને સફળ બનાવવા માટે શિવસેનાના કમલેશભાઈ બોરીચા તેમજ બજરંગ દળના કમલેશભાઈ દવે સહિતનાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.


Advertisement