વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમ જાહેર: કેદાર જાધવ, દિનેશ કાર્તિક, વિજય શંકર, હાર્દિક પંડયા, રવિન્દ્ર જાડેજાને સ્થાન

15 April 2019 03:40 PM
Sports
  • વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમ જાહેર: કેદાર જાધવ, દિનેશ કાર્તિક, વિજય શંકર, હાર્દિક પંડયા, રવિન્દ્ર જાડેજાને સ્થાન

રીષભ પંત ચૂકી ગયો: અંબાતી રાયડુને પણ પસંદ ન કરાયો: સ્પેસ બોલીંગમાં ઉમેશ યાદવ, ઈશાંત શર્માને પણ સ્થાન નહીં

Advertisement

મુંંબઈ તા.15
આગામી માસના અંતથી પ્રારંભ થયેલા ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે જેમાં કેપ્ટન તરીકે વિરાટ કોહલીને પુન: જવાબદારી સોંપાઈ છે અને વાઈસ કેપ્ટનની જવાબદારી રોહીત શર્માને અપાઈ છે. ટીમમાં શીખર ધવન, કે.એલ. રાહુલ, વિજય શંકર, એમ.એસ. ધોની, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યજુવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્ર્વર કુમાલ, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડયા, રવિન્દ્ર જાડેજા અને મહમદ સામીનો સમાવેશ કરાયો છે. આજે મુંબઈમાં ક્રિકેટ બોર્ડના વડા મથક ખાતે કેપ્ટન વિરાટ કોહલીની હાજરીમાં જાહેરાત કરાઈ હતી. ટીમમાં રીષભ પંતને જગ્યા મળી નથી. બીજા વિકેટકીપર તરીકે દિનેશ કાર્તીક પર ભરોષો મુકવામાં આવ્યો છે. જયારે વિજય શંકરમાં ટીમમાં સ્થાન મળ્યું છે. પસંદગી સમિતિ દ્વારા ટીમમાં બેટીંગ ઓર્ડરને મજબુત બનાવવા અને ખાસ કરીને મીડલઓર્ડરમાં વિજય શંકરની સાથે દિનેશ કાર્તીકના દેખાવ પર ધ્યાન અપાયું છે. આ ટીમમાં સાત સભ્યો એવા છે કે 2015નો વર્લ્ડ કપ રમી ચૂકયા છે. જેમાં કોહલી, શર્મા, ધવન, ધોની, ભુવનેશ્ર્વર અને મહમદ સામીનો સમાવેશ થાય છે. અંબાતી રાયડુને સ્થાન મળ્યું નથી.

Advertisement