ખુદનો ચોરીનો ઇતિહાસ ધરાવનાર ચોકીદારને ચોર કહે છે : વિજય રૂપાણીનો આકરો પ્રહાર

15 April 2019 03:38 PM
Rajkot Gujarat
  • ખુદનો ચોરીનો ઇતિહાસ ધરાવનાર ચોકીદારને ચોર કહે છે : વિજય રૂપાણીનો આકરો પ્રહાર
  • ખુદનો ચોરીનો ઇતિહાસ ધરાવનાર ચોકીદારને ચોર કહે છે : વિજય રૂપાણીનો આકરો પ્રહાર

જેઓએ કદી ગરીબી જોઇ નથી, વિદેશમાં માહલ્યા છે તેઓ આજે ગરીબ ચોકીદારનું અપમાન કરવા નીકળ્યા છે : રાહુલને નિશાન બનાવતા મુખ્યમંત્રી :કોંગ્રેસમાં ગજબની સ્કીલ છે પાણી, હવા, પાતાળ અને જમીન ગમે ત્યાંથી ભ્રષ્ટાચાર શોધી લે છે : બોફર્સથી લઇ ઓગષ્ટા હેલીકોપ્ટર સુધીથી લઇ કોમનવેલ્થ ગેમ અને કોલસા કૌભાંડ તમામમાં કોંગ્રેસના હાથ કાળા : ગાંધી કુટુંબની મથરાવટી મેલી છે : રાજકોટમાં મેં ભી ચોકીદાર સંમેલનને સંબોધન :2014માં કોંગ્રેસે ચા વાળાને ગાળો આપી અને દેશે એ ચાવાળાને વડાપ્રધાન બનાવી દીધો : હવે રાહુલ ગાંધી ચોકીદારને ચોર કહેવા નીકળ્યા છે ત્યારે સૌ ચોકીદાર ચોક્કના બની નરેન્દ્રભાઇને ફરી દેશના ચોકીદાર બનાવશું : અપીલ

Advertisement

રાજકોટ તા.15
આજે આ દેશમાં લાખો ચોકીદારો પ્રમાણિકતા, ઇમાનદારી અને ફરજ પ્રત્યેની પ્રતિબઘ્ધતા દર્શાવીને રાત-દિવસ ચોમાસુ કે શિયાળો કે ગરમી આ તમામને જોયા વગર સુરક્ષાને પોતાના જીવનના બલીદાન સાથેની તૈયારી બતાવીને કામગીરી કરે છે. તેને બિરદાવવાની બદલે કોંગ્રેસ પક્ષ અને વિપક્ષના નેતાઓ ચોકીદારને ચોર કહે છે. ત્યારે મારે તેમને એ પૂછવું છે કે આજે તેઓ આ ચોકીદારોનું અપમાન કરીને શું હાંસલ કરવા માંગે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઇકાલે રાજકોટમાં મેં ભી ચોકીદાર સંમેલનને સંબોધન કરતા કહ્યું કે 2014માં એક ચા વાળો દેશનો વડાપ્રધાન બને તે કોંગ્રેસ અને તેના સાથીપક્ષોને પસંદ ન હતું. ચા વેંચનારને સ્વપ્નનો કોઇ અધિકાર જ નથી, દિલ્હીની ગાદી નહેરૂ અને ગાંધી કુટુંબની અનામત હોય, ઇમાનદારોને ત્યાં બેસવાનો કોઇ અધિકાર નથી અને 2014માં જયારે ચા વાળાનો વિરોધ થયો તો દેશમાં એક ગજબનો જુવાઇ છવાયો અને એ ચા વાળો દેશનો વડાપ્રધાન બની ગયો. આજે હવે કોંગ્રેસને પ્રમાણિકતા અને ઇમાનદારીથી પોતાની ફરજ બજાવતા એ ચોકીદારને ચોર કહેવા નીકળ્યા છે. શ્રી રૂપાણીએ કહ્યું કે નરેન્દ્રભાઇએ જે રીતે ભ્રષ્ટાચાર સામે જુવાળ સર્જયો જે રીતે દેશના ગરીબોને તેમના અધિકાર મળે તે જોયું અને જે રીતે દેશની સુરક્ષા માટે પાકિસ્તાનમાં ઘૂસીને હુમલો કર્યો અને દેશના અડીખમ ચોકીદાર તરીકે તેઓ આજે કામ કરી રહ્યા છે. તે કોંગ્રેસને અને રાહુલ ગાંધીને પસંદ નથી અને તેઓ આ ચોકીદારને હટાવીને દેશની તિજોરી લૂંટવા માટે નીકળ્યા છે. ચોકીદારને ચોર કહેનારનો ઇતિહાસ જ ચોરીથી ભરપૂર છે. બોફર્સથી લઇને ઓગષ્ટા હેલીકોપ્ટર, ટુ જીથી લઇને કોમનવેલ્થ ગેમ્સ, નેશનલ હેરલ્ડથી લઇને વાડ્રાના જમીન કૌભાંડો આ બધા જેઓ ચોકીદારને ચોર કહે છે તેમની દેશને લૂંટવાની ચોરી છે અને તેની સામે આપણે ચોકીદારના હાથ મજબૂત બનાવવા છે. રાજકોટમાં હજારો ચોકીદારને હેમુ ગઢવી હોલ ખાતે સંબોધન કરતા કહ્યું કે કોંગ્રેસમાં ગજબની આવડત છે તે ગમે ત્યાંથી ભ્રષ્ટાચાર શોધી લે છે. પછી તે હવામાં હોય, પાતાળમાં હોય, પાણીમાં હોય કે જમીનમાં કોંગ્રેસે વચેટીની દુકાન ખોલી નાંખી તે બંધ થઇ છે. ઇમાનદારી અને પ્રમાણિકતાથી હું ખાતો નથી, ખાવા દેતો નથીના મંત્ર સાથે દેશની સેવામાં રહેલા અને ફક્કડ ગીરધારી જેવા નરેન્દ્રભાઇને આજે દેશ ફરી વડાપ્રધાન બનાવવા માટે આગળ વઘ્યો છે. ત્યારે ચોકીદારને ચોર કહેનારને આપણે સબક શીખવવાનો છે. આ નરેન્દ્રભાઇ નહી દેશના દરેક વ્યકિત જે પ્રમાણિકતાથી પોતાની ફરજ બજાવે છે તેનું અપમાન છે. શ્રી રૂપાણીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતો, મજદૂરો, વેપારીઓ, દરેક નાના માણસને વૃઘ્ધાઅવસ્થા બાદ પેન્શનની યોજના અમલી બનાવી છે. જેનો લાભ ચોકીદારોને પણ મળશે. તેઓ પોતાના પાછલા જીવનમાં સ્વમાન ભેર જીવી શકશે અને મેં ભી ચોકીદાર હું તેવુ કહી શકશે. જેઓએ કદી ગરીબી જોઇ નથી. વિદેશમાં સમૃઘ્ધિ વચ્ચે મોટા થયા છે તેઓ આજે દેશના ગરીબોનું અપમાન કરવા નીકળ્યા છે. પરંતુ તે જરા પણ સ્વીકાર્ય નથી. તા.23ના રોજ સૌએ આ જવાબ આપવાનો છે. મેં ભી ચોકીદાર સંમેલનમાં ભાજપના ઉમેદવાર મોહનભાઇ કુંડારીયાએ કહ્યું કે મોદીજી દેશનું રક્ષણ કરે છે. ગમે ગલી મોહલ્લાનું રક્ષણ કરો છો અને આપણે સૌ એ રીતે ચોકીદાર છીએ.
રાજકોટ સૌરાષ્ટ્રના વિકાસનું એન્જીન બનશે : વિજયભાઇ રૂપાણી
એઇમ્સ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ-રાજકોટ અમદાવાદ સિકસ લેન ધોરીમાર્ગ, ક્ધટેનર ડેપો અને સૌની યોજના આ તમામ નરેન્દ્રભાઇની સૌરાષ્ટ્રને ભેટ છે
ગુજરાતમાં મુખ્યમંત્રી સમયે નરેન્દ્રભાઇએ સૌરાષ્ટ્રના વિકાસનું જે રોલ મોડલ બનાવ્યું તે હવે ધૂંઆધાર રીતે આગળ વધી રહ્યું છે
રાજકોટ તા.15
રાજકોટના આંતરરાષ્ટ્રીય વિમાની મથક અને એઇમ્સ, રાજકોટ-અમદાવાદ વચ્ચે સિકસ લેન ધોરી માર્ગ, રાજકોટના નિકાસ કારો માટે ક્ધટેનર ડેપો, રાજકોટ અને અમદાવાદ તથા છેક મુંબઇ સુધી ડબલ રેલવે ટ્રેક અને તેનું વિજળી કરણ, સૌની યોજનાથી સૌરાષ્ટ્રના તમામ 105 ડેમમાં નર્મદાના પાણીનું અવતરણ, આ તમામ આગામી દિવસોમાં ફકત રાજકોટ જ નહી કચ્છથી કાઠીયાવાડ સુધીના વિકાસના દ્વાર ખોલી નાંખશે તેવુ જણાવતાં અમૃત પાર્ટી પ્લોટમાં ભારતીય જનતા પાર્ટી આયોજિત પ્રબુઘ્ ધ નાગરિક સંમેલનમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે આ વખતની દેશની લોકસભાની ચૂંટણી અને વિચારોને લઈને ચાલી છે સંક્રાંતિ કાળે આ ચૂંટણી છે ત્યારે રાષ્ટ્રના હિત અને વિકાસ માટે આપણી ફરજ છે કે શ્રી નરેન્દ્ર મોદીને ફરીને દેશના વડાપ્રધાન બનાવી એ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈએ પાંચ વર્ષમાં ગરીબોના ઉત્કર્ષ માટે આયુષ્માન યોજના, જન ધન યોજના,ઉજાલા યોજના જેવી યોજનાઓ નો અમલ કર્યો તો વૃદ્ધો માટે અટલ પેન્શન યોજના સૈનિકો માટે વન રેન્ક વન પેન્શન યોજના અમલમાં મૂકી તો 2022 સુધીમાં દરેક ને ઘર મળે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના,રોજગારી માટે સ્વરોજગાર યોજના, સ્વચ્છ ભારત યોજના અંતર્ગત શૌચાલયનું નિર્માણ વગેરે યોજનાથી આજે રાષ્ટ્ર તેજ ગતિથી આગળ વધી રહ્યું છે.મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વધુમાં જણાવ્યું કે શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રીના સમયગાળામાં વિકાસની રાજનીતિ પ્રસ્થાપિત કરી અને સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને લઇને ચાલ્યા અને આજે ગુજરાત ભારતમાં રોલ મોડલ તરીકે ઓળખાય છે નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી મારે ક્યારેય દિલ્હી જવું પડયું નથી અને નરેન્દ્ર ભાઈ એ ગુજરાતને વિકાસની અનેક ભેટ આપી છે જેમાં રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટ, નેશનલ હાઈવે રાજકોટથી અમદાવાદ સુધી સિકસ લાઈન બનાવો વગેરે જેવા કાર્યોથી રાજકોટનો વિકાસ ઝડપી બન્યો છે આજે ગુજરાત દેશમાં અગ્રસ્થાને છે નરેન્દ્ર ભાઈ પાંચ વર્ષમાં ઈમાનદારી અને પ્રમાણિકતાથી કામ કર્યું છે ભ્રષ્ટાચારની બદબુ આવતી બંધ થઈ ગઈ છે અને વચેટીયાઓની દુકાન બંધ કરવામાં ચોકીદાર સફળ રહ્યા છે નરેન્દ્રભાઈ ઈમાનદાર, સશક્ત અને પરિશ્રમી છે તેમના શરીરનું કણ કણ દેશને સમર્પિત છે ત્યારે કોંગ્રેસ પાર્ટી પરિવારવાદ છે અને 70 વર્ષથી એક જ પરિવારના સભ્યો દ્વારા ચાલતી ભ્રષ્ટ પાર્ટી છે હાલના સમયમાં કોંગ્રેસ અને તેના સાથી પક્ષો માત્ર મોદી હટાવવાની જ વાત કરેશે તેમની પાસે દેશના હિત માટે કોઈ યોજના નથી અને ભૂતકાળમાં લોકોને ખોટા વચનો આપી લોકોને ભ્રમિત કરવાનું કામ કર્યું છે જેના કારણે ગરીબ વધુ ગરીબ બન્યો અને અમીર વધુ અમીર એટલા માટે બેકારી વધતી ગઈ આજે ચોરો ની સમાજ ભેગી થઇ છે મમતા બેનરજી પશ્ચિમ બંગાળ ની હાલત ખરાબ કરી તો માયાવતીએ ઉત્તરપ્રદેશમાં હાથી ઉપર કોથળા ભરીને પૈસા ભેગા કર્યા હતા હાલમાં જ મધ્યપ્રદેશની કમલનાથ સરકારે તિજોરી તળિયા ઝાટક કરી નાખી છે આમ કોંગ્રેસ અને તેની મહા મિલાવટમા રાહુલ ગાંધી સહિત બધાને વડાપ્રધાન બનવું છે. જ્યારે રાષ્ટ્રીય સુરક્ષા ની વાત કરીએ તો એર સ્ટ્રાઈક પાકિસ્તાનમાં થાય તો પેટમાં કોંગ્રેસને દુખે છે અને પુરાવા માગીને દેશના સૈનિકોનું મનોબળ તોડવાનું કાર્ય કરે છે તો કોંગ્રેસે આંતકવાદીઓને જુસ્સો વધે તેવું કામ પણ કર્યું છે ત્યારે કોંગ્રેસ એકતા અને અખંડિતતાને બાજુમાં મૂકીને મત મેળવવા નીકળ્યા છે. વડાપ્રધા શ્રી નરેન્દ્ર મોદી કાશ્મીરમાં કડક પગલાં લીધા છે અને આતંકવાદ નું ઘર ગણાતું પાકિસ્તાનને વિશ્વમાં એકલું પાડી દીધુ ભારત જ્યારે વિશ્વને સોફ્ટવેર આપે છે તો પાકિસ્તાન આતંકવાદ આપશે જ્યારે વિશ્વના દેશોએ ભારતને જોવાની નજર બદલી છે આજે અમેરિકા, રશિયા, ફ્રાંસ, અને ઇઝરાયેલ જેવા દેશો સાથે ભારતને સુમેળભર્યા સંબંધો છે ત્યારે વિશ્વમાં ટેકનોલોજી, વ્યાપાર, શિક્ષણ ક્ષેત્રોમાં ભારતે ડંકો વગાડ્યો છે.


Advertisement