ટંકારામાં ઇન્ડિયન લાયન્સ કલબ દ્વારા પક્ષીઓના 250 પેકેજીંગ માળાઓનું વિતરણ

15 April 2019 03:30 PM
Morbi
  • ટંકારામાં ઇન્ડિયન લાયન્સ કલબ દ્વારા પક્ષીઓના 250 પેકેજીંગ માળાઓનું વિતરણ

Advertisement

ટંકારામાં ઇન્ડિયન લાયન્સ કલબ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે દરમ્યાન રામનવમીના દિવસે પક્ષીઓ માટેના 250 માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું ટંકારાના શ્રી લક્ષ્મી નારાયણ મંદિર ખાતે યોજાયેલ શ્રી રામ જન્મોત્સવ પ્રસંગે ઇન્ડિયન લાયન્સ કલબના પ્રમુખ જયંતિભાઇ બારૈયા, મુનાભાઇ આશર, ગોપાલભાઈ કટારીયા, મનિષભાઇ સહિતના સભ્યો દ્વારા અબોલ પક્ષીઓને કાળઝાળ ગરમીમાં રાહત મળે તે માટે પાણી માટે સ્ટેન્ડ, ચણ માટેનું સ્ટેન્ડ, ચણ સહીતની બોટલો વિતરણ કરવામાં આવ્યું હતું અને આ તકે જયંતિ ભાઇ બારૈયાએ કીટનો સદુપયોગ કરીને પક્ષીઓને પાણી તથા ચણ દરરોજ નાખવા માટે લોકોને અપીલ પણ કરી હતી. (તસ્વીર: જીગ્નેશ ભટ્ટ)


Advertisement