ચોટીલાના સાંગણી ગામ પાસે કારની હડફેટમાં મહિલાનંુ મોત

15 April 2019 03:08 PM
Surendaranagar

રોડની સાઈડમાં ઉભા હતા ત્યારે કાર ચાલકે ઠોકરે ચડાવ્યા

Advertisement

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.૧પ ચોટીલાના સાંગણી ગામ પાસે કારે ટકકર મારતા મહિલાનંુ મોત નિપજયુ હતું. ચોટીલા તાલુકાના સાંગણી ગામ પાસે મહિલાને કારે ટકકર મારતા મહિલાનું ગભીર હાલતમા મોત નિપજેલ હોવાનું હાલમા જાણવા મળેલ છે. જયારે મૃત મહિલાના પુત્રે કાર ચાલક સામે ગુના નોંધાવાઈ પોલીસ તપાસ હાથ ધરી છે. ચોટીલાથી અંદાજીત ૬ કી.મી. દુર અાવેલા સાંગણી ગામ પાસે અમદાવાદ રુ રાજકોટ તરફ જતા નેશનલ હાઈવે ઉપર પેટ્રોલ પંપ પાસે મુળી તાલુકાના ઉમરડા ગામના માનુબેન અરજણભાઈ ઝાપડા વાળા સાઈડમા ઉભા હતા. અા દરમીયાનમા કારના ચાલકે ગફલત ભરી રીતે કાર ચલાવી તેમને ટકકર મારતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચવાના કારણે સારવાર માટે ચોટીલા દવાખાને લઈ જવામાં અાવ્ય હતા અને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાતા જવા સારવાર દરમ્યાનમા મોત નિપજતા મૃતકના પુત્ર ગોરાભાઈ ઝાપડા અે કારના ચાલક સામે ચોટીલા પોલીસમાં ફરીયાદ નોંધાવેલ છે.


Advertisement