ઢોકળવામાં બાબા અાંબેડકરની ૧ર૮મી જન્મ જયંતિની ઉજવણી

15 April 2019 03:07 PM
Surendaranagar
  • ઢોકળવામાં બાબા અાંબેડકરની  ૧ર૮મી જન્મ જયંતિની ઉજવણી

ચોટીલામાં દલિત સમાજે ત્રણ મૃતકોના માનમાં મૌન રેલી, નેત્રદાન મહિમા સાથે અપાઈ શ્રઘ્ધાંજલી

Advertisement

ચોટીલા, તા. ૧પ ચોટીલા ખાતે ૧ર૮મી બાબા સાહેબની જન્મ જયંતિ પ્રસંગે તાજેતરમાં જ મોલડી નજીક અસ્માતમાં મૃત્યુ પામેલ ૩ યુવકોનાં શોકમાં મૌન રેલી સાથે નેત્રદાન મહિમાને વણૅવતા અનોખી પહેલ સાથે રેલી યોજી હતી જેમાં દલિત સમાજનાં અાગેવાનો, યુવાનો અને મોટી સંખ્યામાં સમાજના ભાઈઅો બહેનો જોડાયેલ હતા. શહેરનાં મુખ્ય માગૅ ઉપર બાબાસાહેબનાં કટઅાઉટ સાથે નેત્રદાન મહાનદાનનો મહિમા વણૅવી તાજેતરમાં અકસ્માતમાં મોતને ભેટેલ યુવકોનાં પરિવારે કરેલ ચક્ષુદાની પહેલને દરેક સમાજને મહાદાનનો સંદેશ અાપેલ રેલીની પુણાૅહુતિ રામેશ્ર્વર અાશ્રમ ખાતે મૃતક યુવકોને શ્રઘ્ધાંજલી કાયૅક્રમ સાથે પૂણૅ કરવામાં અાવેલ હતી જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત સમાજે સ્વગૅસ્થના શોકમાં પાંચ મીનીટ મૌન પાળીને શોકની લાગણી વ્યકત કરેલ હતી. ચોટીલાનાં ઢોકળવા ગામે અાંબેડકર નગર ખાતે ડો. ભીમરાવ બાબાસાહેબની જન્મજયંતિ પ્રસંગે ભીમ મહોત્સવનું અાયોજન કરવમાં અાવેલ જેમાં સમુહ ભોજન સાથે ભવ્ય ભીમ ભજનનો કાયૅક્રમ બિનરાજકીય રીતે યોજવામાં અાવેલ હતો જેમાં અાસપાસનાં ગામડાઅોમાં રહેતા દલિત સમાજ મોટી સંખ્યામાં જોડાયેલ હતો જેમાં સામાજિક જાગૃતતાનો સંદેશ નાના નાના ગામ સુધી પહોંચે તે માટે પ્રવાહને અાગળ ધપાવવા માટે ઢોકળવા ગામ બૌઘ્ધ સભા યોજવામાં અાવેલ હતી જેમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના અાગેવાનોઅે સમાજમાં વ્યસનો ત્યજી શિક્ષણ વધુ પાંગરે તે માટે વિવિધ વિષયો પર તેમના મંતવ્યો રજુ કરેલ હતા તેમજ વિજય ચૌહાણ અને રાહુલ બથવાર દ્વારા ભીમ ભજનની રમઝટ બોલાવીને બાબા સાહેબની ગાથા અને તેમના જીવન કવનથી દરેકને પરીચય અાપી તેમના સંદેશાને સુરોનાં સંગાથે વ્યકત કરેલ.


Advertisement