વેરાવળના મીઠાપુર ગામે પરિણીતાને માર મારી છેડતી : સોનાના ચેઇનની લૂંટ

15 April 2019 02:48 PM
Veraval

મહિલાએ મોબાઇલમાં પણ પરેશાન કરતાનો ઉલ્લેખ

Advertisement

વેરાવળ તા.1પ
વેરાવળ તાલુકાના મીઠાપુર ગામે રહેતી પરણીતા તેના પતિ સાથે ત્રણ દિવસ પહેલા આવી રહેલ તે વખતે રસ્તામા કીસ્મત પાન પાસે મીઠાપુર ગામના શખ્સે પરણીતાના ડાબા હાથની આંગળીમા ઇજા પહોચાડી માર મારી ઝપાઝપી દરમ્યાન છેડતી કરેલ તેમજ આ ઝપાઝપીમાં ગળામા પહેરેલ ચેઇન ગુમ કરી નાખેલ હોવાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરેલ છે.
આ બનાવની પ્રભાસ પાટણ પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મીઠાપુર ગામે ગ્રામ પંચાયતની બાજુમાં રહેતી રતનબેન રામસિગભાઇ જાદવ ઉ.વ.35 ને તે જ ગામમાં રહેતો માનસિંગ કરશનભાઇ ડોડીયા નામના શખ્સે છેલ્લા છ માસ દરમ્યાન આશરે પાંચેક વખત રતનબેનના ઘરના મોબાઇલમાં ફોન કરીને તેમજ રસ્તે આવતા-જતા છેડતી કરેલ હોય અને આ બાબતે સમજાવેલ પરંતુ સમજેલ નહી અને ફરી ગત તા.1ર ના રતનબેન તથા તેના પતિ પાટણથી ઘરે જતા હોય તે દરમ્યાન રસ્તામા કીસ્મત પાન પાસે માનસીંગ ડોડીયા એ રતનબેનના ડાબા હાથની આંગળીમા ઇજા પહોચાડી માર મારી ઝપાઝપી દરમ્યાન રતનબેનનું બ્લાઉઝ ફાડીને છેડતી કરેલ તેમજ આ ઝપાઝપીમા ગળામા પહેરેલ ચેઇન ગુમ કરી નાખેલ હોવાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આઇ.પી.સી. કલમ 354, 323 મુજબનો ગુન્હો નોંધી હે.કો. એન.કે.છૈયા એ તપાસ હાથ ધરેલ છે.


Advertisement